Blog - Page 41 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 31, 2025
WhatsApp-Image-2025-07-30-at-18.53.09-1-1280x853.jpeg
2min293

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૧લીથી ૦૩ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦રપ’નું ભવ્ય પ્રદર્શન યોજાશે

યાર્ન એક્ષ્પોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા, સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશ્યલ યાર્નનું પ્રદર્શન કરાશે

યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે, જેમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરાશે, યાર્ન એક્ષ્પો દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે

દેશભરમાંથી ૮પ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)થી આંતરરાષ્ટ્રીય બાયર્સ આવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રપ–ર૬ના બીજા વિશાળ પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦રપ’નું આયોજન તા. ૧, ર અને ૩ ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. યાર્ન એક્ષ્પોમાં ૮પ એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, હુગલી (વેસ્ટ બંગાલ), લુધિયાણા (પંજાબ), બેંગ્લોર, સિલવાસા, પાનીપત (હરિયાણા), કોલકાતા, નમખલ (તમિલનાડુ), રાજકોટ, ગીર સોમનાથ, દમણ, ભરૂચ, ચેન્નાઇ, રાયપુર (છત્તીસગઢ) અને નાગપુરના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૧લી ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફેશન યાર્ન બિઝનેસના સીઇઓ શ્રી સત્યકી ઘોષ, સંગમ ઇન્ડિયા લિમિટેડના વાઇસ ચેરમેન ડો. એસ.એન. મોદાની અને પલ્લવા ગૃપના એકિઝકયુટીવ ડિરેકટર શ્રી દુરાઇ પલનીસામી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.

ઇન્ચાર્જ માનદ્‌ મંત્રી શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)ના બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે

ચેમ્બર ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે. આ પેવેલિયનમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરવામાં આવશે. ત્રણ મેનિકિવન મારફતે વિવિધ યુઝકેસ દર્શાવવામાં આવશે. જેમ કે નાયલોન આધારિત મોઈશ્ચર વિકિંગ ફેબ્રિકવાળો સ્પોટ્‌ર્સ વેર, નોમેકસ આધારિત ફાયર રેટારડન્ટ ઇન્ડસ્ટ્રીયલ વેર અને પોલિએસ્ટરથી બનેલો પ્રોટેકિટવ રેઇનકોટ દર્શાવવામાં આવશે. સાથે જ કાર્બન, પોલિપ્રોપિલિન, હાઈ ટેનાસિટી નાયલોન, કેવલર, ગ્લાસ અને કેન્વાસ માટે વપરાતા કોટન જેવા ટેકનિકલ યાર્ન અને તેના ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે. આ થીમ પેવેલિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને નવી દિશા આપશે.

યાર્ન એક્ષ્પો– ર૦રપના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં પ્યોર સિલ્ક, વૂલ, લિનેન જેવા મોંઘા કાપડમાંથી બનતા ગારમેન્ટ સામાન્ય લોકો માટે દુર્લભ બન્યા છે, ત્યારે પોલિએસ્ટર અને કેટોનિક જેવા યાર્ન શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભર્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગારમેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. આવા યાર્નમાંથી આજની માંગ મુજબ સાડી, શર્ટિંગ–શૂટિંગ, ડ્રેસ મટિરિયલ, ગાઉન, પેન્ટ–શર્ટ, લેગિંગ અને હોમ ટેક્ષ્ટાઇલ્સ જેવા અનેક ઉત્પાદનો તૈયાર થાય છે, જે લુક, ફીલ અને સ્ટાઇલ સાથે લોકોના બજેટમાં હોય છે. સુરતના વિવર્સ ભાઇઓ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત થનારા વિવિધ યાર્નમાંથી નવા ફેબ્રિકસ બનાવશે. નવા ફેબ્રિકસમાંથી ગારમેન્ટ બનાવી ઉદ્યોગકારો સુરતથી ટેક્ષ્ટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટના એક્ષ્પોર્ટમાં વધારો કરી દેશના અર્થતંત્રને મજબુત બનાવવા માટે મહત્વનું યોગદાન આપી શકશે.

યાર્ન એક્ષ્પો દરમ્યાન દર ત્રણ કલાકે ફેશન શો યોજાશે

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના મેન્ટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશન દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે, જેમાં વિવિધ પ્રકારના ટેકનિકલ યાર્નથી બનેલા ગારમેન્ટસ અને ફેબ્રિકસ રજૂ કરવામાં આવશે. આ ફેશન શો દ્વારા નવી ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી, ફંકશનલ કાપડ અને ટ્રેન્ડિંગ ડિઝાઈન્સનું જીવંત પ્રદર્શન થશે, જે ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનર્સ અને મ…

July 30, 2025
image-23.png
1min210

રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું.

રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે. દરિયા કિનારે સુધી દરિયાઈ મોજા પહોંચી ગયા છે.

રશિયાના કામચટકામાં આવેલા ભૂકંપને 1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. કામચાટકા એ રશિયાનો એક ટાપુ છે, જે રશિયાના દૂર પૂર્વીય ભાગમાં સ્થિત છે. તે સાઈબેરિયાના પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું છે.

July 29, 2025
image-21.png
1min207

લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો. સેનાએ શૌર્ય બતાવ્યું. આપણા વડા પ્રધાને કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. જો લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છીએ?

ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાન કહે છે કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. આપણે વેપાર બંધ કરી દીધો છે. તો હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છો? આ અત્યંત નિંદનીય છે. ‘ઓપરેશન સિંદૂર’માં આપણી સેનાએ જવાબ આપ્યો. જવાબદારી નક્કી થવી જોઈએ. સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી છતાં પહલગામ થયું? પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નહીં લે. તેને FATFની ગ્રે લિસ્ટમાં નાંખવું જોઈએ.

ગૃહમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘શું તમારી અંતરાત્મા તમને પહલગામમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ જોવાની મંજૂરી આપે છે? આપણે પાકિસ્તાનનું 80 ટકા પાણી રોકી રહ્યા છીએ, એમ કહેતા કે પાણી અને લોહી સાથે-સાથે નહીં વહે. શું તમે ક્રિકેટ મેચ રમશો? મારો અંતરાત્મા મને તે મેચ જોવાની મંજૂરી નથી આપતો. શું આ સરકારમાં એટલી હિંમત છે કે તે 25 મૃતકોને બોલાવીને કહે કે અમે ઓપરેશન સિંદૂરમાં બદલો લઈ લીધો છે, હવે તમે પાકિસ્તાન સાથે મેચ જુઓ. આ બહુ અફસોસની વાત છે.

તેમણે કહ્યું કે પહલગામ કોણે કર્યું? આપણી પાસે 7.5 લાખ સેના અને કેન્દ્રીય અર્ધસૈનિક બળ છે. આ ચાર આતંકી ક્યાંથી ઘૂસી આવ્યા અને આપણા નિર્દોષ ભારતીય નાગરિકોને મારી નાખ્યા. જવાબદારી કોના પર નક્કી થશે?

આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું, ભારતીય સેનાએ બહાવલપુરમાં હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂરમાં મળેલી જીત બાદ દેશના લોકોમાં ઝનૂન પેદા થયું હતું. પરંતુ અફસોસ કે સરકારે તેનો ફાયદો ન ઉઠાવ્યો. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈનો હેતુ ભારતમાં ભય ફેલાવવાનો છે.

આ ઉપરાંત ઓવૈસીએ સરકારની ડિટરેંસ નીતિ અને કાશ્મીરને લઈ કરવામાં આવેલા નિર્ણયોની આલોચના કરતાં કહ્યું, કલમ 370 હટ્યા બાદ પણ આતંકી ઘટના બની રહી છે. જેનાથી સરકારની નીતિ નિષ્ફળ સાબિત થઈ છે.

July 29, 2025
image-20.png
1min212

ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ને શેરબજારની પીછેહઠના કારણે જુલાઈ ૨૦૨૫માં મોટું નુકસાન થયું છે.

બજારમાં સતત ઘટાડાને કારણે, તેના રોકાણનું મૂલ્ય રૂ. ૪૬,૦૦૦ કરોડ ઘટયું છે. ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ, કુલ ૩૨૨ કંપનીઓમાં એલઆઈસીના હિસ્સાનું મૂલ્ય રૂ.૧૬.૧૦ લાખ કરોડ હતું, જે ૨૫ જુલાઈ સુધીમાં ઘટીને રૂ. ૧૫.૬૪ લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, સારી વાત એ છે કે એલઆઈસીનું મૂલ્ય એપ્રિલ ૨૦૨૫માં શેરબજાર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યું હતું તેના કરતાં રૂા. ૧.૯૪ લાખ કરોડ વધુ છે.

એલઆઈસીને સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થયું છે. જુલાઈમાં આ કંપનીના શેરમાં ૭.૨% ના ઘટાડાથી એલઆઈસીના રોકાણમાં રૂ.૧૦,૧૮૦ કરોડનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ચાર આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો અને ટેક મહિન્દ્રામાં સંયુક્ત નુકસાન રૂ. ૧૫,૩૨૧ કરોડનું હતું. આ ઉપરામત, લાર્સન, ભારતી એરટેલઅને આઈટીસી જેવા મોટા શેરોએ પણ એલઆઈસીના હિસ્સાના મૂલ્યમાં ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી હતી.

કેટલીક કંપનીઓએ પોર્ટફોલિયોને થોડી રાહત આપી હતી જેમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂા. ૧,૮૨૧ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા. ૧,૫૦૭ કરોડ, સ્ટેટ બેકમાં રૂા. ૧,૧૩૩ કરોડ તેમજ મહિન્દ્રા અને મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, આઈટીસી હોટેલ્સ, યુપીએલ વગેરેએ કુલ રૂા. ૭૬૦ કરોડનો નફો કર્યો હતો.

July 28, 2025
image-18.png
1min194

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે સાંજથી જ અમદાવાદ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 28 જુલાઈના પણ સવારે 10 વાગ્ય સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરતના ત્રણ કલાક માટે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે રવિવારે 27 જુલાઈના રોજ 193 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા પ્રમાણે 27 તારીખ 6 વાગ્યથી 28 તારીખ 6 વાગ્ય સુધીમાં 193 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. નડિયાદમાં 24 કલાકમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડાના મેમદાબાદમાં 9.37, માતરમાં 8 ઈંચ, મહુઘામાં 7 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કથલાલમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજી બાજુ મુંબઈ શહેરમાં 6.80 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં પૂર્વીય ઉપનગરોમાં 11.53 મીમી વરસાદ જ્યારે પશ્ચિમી વિસ્તારમાં 7.42મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યથી 8 વાગ્ય સુધીમાં 87 તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

ગુજરાત હવામાન વિભાગની આગાહી

ગુજરાત હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, જામનગર, જૂનાગઢ, તાપી, ડાંગ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

July 28, 2025
image-17.png
1min139

ભારતના સૌથી મોટી આઈટી સેવા પૂરી પાડનારી કંપનીએ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. આ કંપની હવે આગામી વર્ષમાં પોતાના કૂલ કર્મચારીઓમાંથી 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની છે.

ચોંકાવનારી વાત એ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડશે. આ 12 હજાર કર્મચારીઓને કંપની આવતા વર્ષે છટણી કરવામાં આવશે.

આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના સીઈઓ કે. કૃતિવાસનએ જણાવ્યું કે, અત્યારે દુનિયા બદલાઈ રહી છે. હવે કંપની પણ આ બદલાવ માટે તૈયારી કરી રહી છે. ખાસ કરીને વાત એઆઈની છે. હવે એઆઈ દ્વારા નવું વર્ક મોડેલ તૈયાર કરવા માટે કંપની કામ કરી રહી છે.

કંપનીનું એવું પણ માનવું છે કે, ભવિષ્યમાં અત્યારેની જે કાર્યપદ્ધતિ છે તે કામ નહીં આવે તેથી તેમના બદલાવ કરવો અતિ આવશ્યક છે. આ છટણીમાં મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને વધુ અસર થઈ શકે છે.

TCSના મતે, તેમણે કર્મચારીઓને નવી કુશળતા શીખવવા અને તેમને નવા પ્રોજેક્ટ્સમાં તૈનાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ આ તૈનાતી ઘણી ભૂમિકાઓમાં સફળ રહી નહીં. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીએ એક નવી પેનલ બનાવી છે. જે કર્મચારી 35 થી વધારે દિવસ સુધી કોઈ પ્રોજેક્ટમાં કામ નહીં કરતો હોય તે તેનો રાજીનામું આપવામાં માટે કહેવામાં આવ્યું છે.

જે કર્મચારીએ જાતે રાજીનામું આપે છે તેને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે. પરંતુ જો કોઈ કર્મચારી જાતે રાજીનામું નહીં આપે તેને ટર્મિનેટ કરવામાં આવશે. જેમાં તેને પગાર પણ નહીં આપવામાં આવે! કંપની દ્વારા આ પ્રક્રિયાને સંભવિત એટલી સંવેદનશીલ રીતે કરવામાં આવી છે.

અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ પીરિયડ પગાર, નોકરી છોડવા પર વધારાનો પગાર, આરોગ્ય વીમા લાભો અને બહાર નોકરી આપવા જેવા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

કંપનીનો દાવો છે કે, આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવી રહી હતું, પરંતુ ભવિષ્યમાં સ્કિલ્સની જરૂરિયાતોને ધ્યાને રાખવામાં આવી રહી છે. આ કંપની ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક છે.

જો TCS કંપની આટલો મોટો નિર્ણય લઈ રહી છે તે અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરી શકે છે. કંપની ભલે કહેતી હોય કે આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવતી પરંતુ મહત્વનું કારણે તો એઆઈ જ હશે! પરંતુ હવે અન્ય કંપનીઓ પણ આવો નિર્ણય લેશે કેમ તે જોવું રહ્યું!

July 28, 2025
image-16.png
1min314

મૅન્ચેસ્ટર ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ (test) નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (india)ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે 311 રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો (England) ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા 114 રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ 334 બૉલમાં 203 રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર 4/425 હતો જે રન તેમણે 143 ઓવરમાં બનાવ્યા હતા.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર) વચ્ચે 188 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (23-4-67-2) સૌથી સફળ હતો.

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે 31મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

July 28, 2025
image-15.png
1min188

ઉત્તરાખંડના હરિદ્વારમાં રવિવારે (27 જુલાઈ) સવારે 9 વાગ્યા આસપાસ મનસા દેવી મંદિરમાં નાસભાગ મચી હતી. જેમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મંદિરના દાદર પર દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ વચ્ચે શોર્ટ સર્કિટની અફવા ઉડી અને ભીડ બેકાબૂ થઈ ગઈ. હાલ, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. 

તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી. 

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મંદિરના પગથિયાવાળા રસ્તે બની હતી. એવી શંકા છે કે પગથિયામાં વીજળીનો કરંટ આવતો હતો, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ગભરાટને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી  છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.’ વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

July 26, 2025
WhatsApp-Image-2025-07-25-at-18.40.20-1280x853.jpeg
1min166

સોનગઢ ખાતે ‘ઈફકો સહકાર રત્ન’થી સન્માનિત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના પ્રમુખસ્થાને યોજાયો

ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત: માનસિંહભાઈ પટેલ

સોનગઢ તાલુકાની દૂધ મંડળીઓ,સેવા સહકારી મંડળીઓ,એપીએમસી અને વ્યારા સુગર ફેકટરીના સભાસદો દ્વારા મહારાજા અગ્રસેન ભવન,સોનગઢ ખાતે સુમુલ ડેરીના પ્રમુખ ‘ઈફકો સહકાર રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ માનસિંહભાઈને સન્માનિત કરતા કહ્યું કે,.૪૦ વર્ષથી વધુ સમયથી સહકારી ક્ષેત્રે સેવારત માનસિંહભાઈ સહકારિતાના રત્ન સમાન છે. મહુવા અને વ્યારા સુગરના પ્રમુખ તરીકે પણ સેવારત માનસિંહભાઈએ આદિવાસી ખેડૂત અને પશુપાલક તરીકે સામાન્ય જીવનથી શરૂઆત કરી હતી અને આજે સહકાર ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આદિજાતિ બાંધવો માટે કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે અને અને યોજનાઓએ આદિવાસીઓના જીવનને ઉન્નત કર્યું છે. આવનારા સમયમાં તમામ દૂધ મંડળીઓ પર સોલર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે. 

આ પ્રસંગે માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત છે એમ જણાવી માનસિંહભાઈએ કહ્યું કે, સુમુલ ડેરી રૂ.૧૦૦ની આવકમાંથી ૮૪ રૂપિયા દૂધ ઉત્પાદક પશુપાલકોને આપે છે. ૨૫૦ લીટરના દૂધ ભરણાથી શરૂ થયેલ સુમુલ ડેરીમાં આજે દરરોજ ૧ લાખ ૪૦ હજાર પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ ભરે છે.  દક્ષિણ ગુજરાતના સફળ સહકારી મોડેલ સમાન સુમુલ ડેરી સાથે લાખો પરિવારોનો ભરોસો જોડાયેલો છે એમ જણાવી સૌનો ઋણસ્વીકાર કર્યો હતો.

જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા અને ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીતે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે તાપી જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા,ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીત, શ્રી મોહનભાઈ કોંકણી,સુમુલ ડેરીના ડિરેક્ટરો જયેશભાઈ પટેલ અને ભરતસિંહ તથા સહકારી અગ્રણીઓ, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓના સભાસદો, ઉપસ્થિત રહ્યા હતા.

July 26, 2025
WhatsApp-Image-2025-07-25-at-18.12.09-1280x735.jpeg
1min281

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે SBC 3.0 – Textile Chapter શરૂ કરવામાં આવી રહ્યું છે. SBC (SGCCI Business Connect) ચેમ્બરની નવી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટેક્ષ્ટાઇલ્સના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ વચ્ચે સક્રિય નેટવર્કિંગ અને વ્યવસાયિક સહયોગ ઉભો કરવાનો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SBC 3.0 – Textile Chapterનો ઉદ્દેશ ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિશ્વસનીય નેટવર્ક ઊભો કરવાનો છે, જ્યાં સભ્યોને નવા બિઝનેસ કનેકશન્સ, વ્યવસાયિક માર્ગદર્શન, ઉદ્યોગની ઝીણવટભરી માહિતી તથા શીખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ ચેપ્ટર ખાસ કરીને ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજી, માર્કેટિંગ, નવું માર્કેટ એકસપ્લોરેશન અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન આપશે.

SBC પ્લેટફોર્મ પર ઉદ્યોગ સાહસિક સભ્યો સાથે મળીને પોતાના બિઝનેસનું પ્રમોશન કરે છે, બિઝનેસ માટે નવી તકો શોધે છે, નવી માહિતી મેળવે છે અને સમયાંતરે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેમજ બિઝનેસ મિટીંગ્સના માધ્યમથી નોલેજમાં વધારો કરી એકબીજાને બિઝનેસમાં મદદરૂપ થાય છે. હવે આ ફોરમ ખાસ કરીને ટેક્ષટાઇલ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે એક અલગ ચેપ્ટરના સ્વરૂપે શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં વીવર્સ, યાર્ન ડિલર્સ, પ્રોસેસર્સ, ફેબ્રિક અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ તેમજ ટ્રેડર્સ જેવા ઉદ્યોગકારો જોડાઈ શકશે.

SGCCI છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ હેતુ કાર્ય કરી રહયું છે અને SBC 3.0 – Textile Chapter પણ એ જ દિશામાં ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને બિઝનેસમાં નવી તકો માટે કામ કરશે. આ નવી પહેલથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને સ્થાનિકથી વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા તેમજ ઉદ્યોગકારોને ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક થવા માર્ગદર્શન મળશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંગળવાર, તા. ર૯ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે SBC 3.0 v Textile Chapter ના લોન્ચિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.

SBC 3.0 – Textile Chapter સાથે જોડાવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો શ્રી તપન જરીવાલા (93745 82238), શ્રી ચંદ્રકાંત પ્રજાપતિ (98255 95375) અને શ્રી મિહીર કાપડીયા (91063 71870)નો સંપર્ક કરી શકશે.