ભાજપના વોર્ડ કોષાધ્યક્ષે યુ.પી.સ્ટાઈલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું : બે યુવાનને ઈજા

સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ
પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો
શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો
- સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો
- શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો
સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે મિત્રની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં ભાજપના વોર્ડ કોષાધ્યક્ષ અને કેક શોપના માલિકે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની બે ગોળી ત્યાં હાજર બે યુવાનને વાગતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તે પૈકી એક યુવાનને ગોળી જાંઘની આરપાર નીકળી ગઈ હતી.શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો હતો.જોકે, ત્યાર બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરી ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો.
મૂળ મધ્યપ્રદેશના ભીંડનો વતની અને સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટી ઘર નં.118 માં રહેતો તેમજ પાણીપુરી વેચતો 27 વર્ષીય સંતોષ હોમસિંગ બધેલ ગતરાત્રે 11.15 કલાકે સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં હાજર હતો ત્યારે ત્યાં આવેલા પ્રવિણભાઈના મિત્ર ડેનીશ કેકના માલિક અને ભાજપના વોર્ડ નં.27 ના કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ તેને અટકાવતા તેણે રિવોલ્વર મૂકતી વેળા જમીન ઉપર વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ઉછળીને સંતોષના ડાબા પગની જાંઘની આરપાર નીકળી ગઈ હતી.જયારે બીજી ગોળી ત્યાં હાજર સંતોષના મિત્ર અને કાપડ વેપારી વીરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં વાગી હતી.ગોળી વાગતા બંને ફસડાઈ પડયા હતા.
બંને યુવાનોને સારવાર માટે પરવત પાટીયાની ખાનગી સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે સંતોષની ફરિયાદ નોંધતા તેણે ઉમેશ તિવારી રિવોલ્વર સરખી કરતો હતો ત્યારે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે તે મુજબ પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધી દીધો હતો.જોકે, બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને તેમાં ઉમેશે ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા બાદ કરેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમનો ઉમેરો કરી ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી તેને હોસ્પિટલ લઈ જઈ ડીંડોલી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો.હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
યુ.પી. સ્ટાઈલમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સુરત ભાજપના મોટા ગજાના રાજકારણીઓ અને સુરત પોલીસમાં ફરજ બજાવતા અને અગાઉ બજાવી ગયેલા ઘણા પોલીસ અધિકારીઓનો માનીતો છે.એક સમયે સામાન્ય કેક શોપ ધરાવતો ઉમેશ તિવારી તેના સંપર્કોને લીધે હવે ડીંડોલી, ઉધના વિસ્તારમાં મોટું નામ ગણાય છે.તે જમીન દલાલીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉમેશે તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વર્ષ 2020 માં લીધું હતું.ગતરાતના બનાવને પગલે પોલીસ આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરશે તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
