બાયોડીઝલના ગોરખધંધાનું નેટવર્ક
તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.
સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.
એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.
રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.
રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.
બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
