ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાએ સૌથી વધુ ઉત્તમ રહેવાલાયક સ્થળ તરીકેનું બહુમાન પ્રાપ્ત કરી લીધું છે. વિયેનાએ આ મામલે ઓસ્ટ્રેલિયાના શહેર મેલબોર્નને પાછળ રાખી દીધું છે. આ જાણકારી ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ રેકિંગ્સના સરવેમાં સામે આવી છે.
મેલબોર્ન અને ત્યાંના રહેવાસીઓ માટે આ આંચકાસમાન છે કેમકે છેલ્લા સાત વર્ષોથી આ રેંકિંગમાં મેલબોર્ન ટોચના સ્થાને રહેતું આવ્યું છે. જો કે, આ વખતે પણ મેલબોર્ને આ મામલે જોરદાર ટક્કર આપી હતી. ૧૪૦ શહેરો વચ્ચે થયેલા આ મુકાબલામાં વિયેનાને ૯૯.૧ અને મેલબોર્નને ૯૮.૪ પોઈન્ટ મળ્યા હતા.
વિયેનાના ઓછા ક્રાઈમ રેટના કારણે તેને આ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી કેમકે આ સરવેમાં સૌથી વધુ લક્ષ ક્રાઈમ રેટના આંકડાઓ પર આપવામાં આવે છે. જ્યારે આ બંને શહેરોએ હેલ્થકેર, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બંનેની સ્થિતિ ગત વર્ષના મુકાબલે ઉત્તમ થઈ છે પણ વિયેનાએ તેમાં થોડો વધુ સુધારો કર્યો છે.
વિયેના, મેલબોર્ન ઉપરાંત ટોપ-૫માં જાપાનના શહેર ઓસાકા, કેનેડાના કેલગરી અને ઓસ્ટ્રેલિયાના સિડનીને સ્થાન મળ્યું છે. યાદીમાં લંડન ૪૮મા ક્રમે રહ્યું છે પરંતુ નવી દિલ્હી ટોપ-૫૦માં પણ સામેલ થઈ શક્યું નથી. જ્યારે ફ્રાન્સનું પેરિસ ૧૯મા સ્થાને તથા અમેરિકાનું ન્યૂયોર્ક ૫૭મા ક્રમે છે.
વિયેનાની વસતી ૨૧ લાખ જેટલી છે. આ શહેરમાં હરિયાળી ઉપરાંત શાનદાર તળાવો અને બીચ આવેલા છે. ત્યાં જાહેર પરિવહન પણ ખૂબ સસ્તું છે.
આ યાદીના જણાવ્યા પ્રમાણે, રહેવા માટે સૌથી અશાંત જગ્યાની વાત કરીએ તો તે દમાસ્ક છે. તેના પછી બાંગ્લાદેશનું ઢાકા અને નાઈજિરિયાનું લાગોસ છે. આ સરવેમાં ખતરનાક શહેરોમાં બગદાદ અને કાબુલ જેવા શહેરોને સામેલ કરાયા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી યુરોપે અનેક આતંકવાદી હુમલા જોયા છે. મેલબોર્ન અને વિયેના બંનેને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેટેગરીમાં એક સમાન રેટિંગ મળ્યા છે. જો કે વિયેનાને સંસ્કૃતિના મામલે સૌથી વધુ નંબર મળ્યા છે. આ યાદીમાં ઓસાકા, કલગેરી અને સિડની જેવા શહેરોને ટોપ-૫માં સ્થાન મળ્યું છે. જ્યારે લંડન આ યાદીમાં ૪૮મા ક્રમે રહ્યું છે.
વિયેના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે. તે હરિયાળી, સુંદર તળાવો, લોકપ્રિય સમુદ્રી તટ અને વાઈનયાર્ડ માટે પ્રખ્યાત છે. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સસ્તું છે. યુરોપમાં તે સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક માનવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944