સાડીઓમાં પણ હવે ગ્રીન કન્સેપ્ટ, બામ્બુ ફાઇબર યાર્નથી બનતી સાડીઓનો ટ્રેન્ડમાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ખાણી-પીણીથી લઇને વસવાટમાં ઇનશોર્ટ કહો કે બધેબધ ગ્રીન કન્સેપ્ટની બોલબાલો, વ્યાપ-વિસ્તાર વધી રહ્યો છે તો કાપડ ઉદ્યોગ કેમ આમાથી બાકાત રહે. ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રનું નામ આવે તો સુરતનું નામ કેમ પહેલા ન લેવાય. સાડી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વભરમાં નામના ધરાવતા સુરતમાં કાપડ ઉત્પાદનમાં હવે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સની એન્ટ્રી થઇ ચૂકી છે અને હાલ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, સાથોસાથ શર્ટિંગમાં પણ ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સનું ઉત્પાદન તબક્કાવાર વધી રહ્યું છે.
શું છે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક
ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક એટલે બામ્બુ ફાઇબરમાંથી બનતું યાર્ન અને એ યાર્નમાંથી ઉત્પાદિત કરવામાં આવતા ફેબ્રિકને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહે છે. બામ્બુના ઝાડ જેવા કુદરતિ સ્ત્રોતમાંથી બની રહેલા આ યાર્નમાંથી બનતા કાપડને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી રહી છે. બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતા ફેબ્રિક્સને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કે ઇકો ફ્રેન્ડલી પણ કહેવામાં આવે છે.
Bamboo fibre is a regenerated cellulosic fibre produced from bamboo. Starchy pulp is produced from bamboo stems and leaves through a process of alkaline hydrolysis and multi-phase bleaching. Further chemical processes produce bamboo fibre.
(ઉપરોક્ત પ્રોસેસથી બને છે બામ્બુના વાંસમાંથી કાપડ)
સુરતના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેબ્રિક સ્ટેટસ પરથી ફાઇબર ટુ ફેશન તરફ લઇ જઇ રહ્યા છે. સુરતમાં બનતું કાપડ સીધું જ વસ્ત્ર તરીકે પહેરી શકાય તેવું ફક્ત સાડીના કહી શકાય. સુરતમાં બનતી સાડીઓ મોટે ભાગે સુરતમાં ઓછી પહેરાય ભારતના અન્ય ક્ષેત્રોમાં વધુ પહેરાય છે. પણ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુરતના મહિલાઓ ખાસ કરીને વર્કિંગ વુમન માટે સાડીની પ્રીમિયમ પ્રોડેક્ટ લોંચ કરવાની તૈયારી કરી છે અને આ પ્રીમિયમ સાડીઓ બની રહી છે બામ્બુ ફાઇબરમાંથી.
બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે
બામ્બુ ફાઇબર આમ તો દાયકાઓ જૂનું છે પણ સુરતના કેટલાક સાડી ઉત્પાદકો આને નવા ફોર્મેટમાં, નવા યાર્ન-ફાઇબર, બામ્બુ ફાઇબરની મદદથી પ્રીમિયમ પ્રોડેક્ટસ સાડીઓ બનાવી રહ્યા છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે આથી ગુજરાત અને આસામમાં બામ્બુ ફાઇબરના યાર્નમાંથી બનતી સાડીઓને પ્રીમિયમ રેન્જમાં મૂકીને ઉંચી કિંમતે વેચાઇ રહી છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો બામ્બુ ફાઇબર યાર્નની હાઇક્વોલિટીને લીધે કોટન, સિલ્ક અને અન્ય યાર્નની સાથે સમગ્ર બિઝનેસને ડાઇવર્સિફીકેશન મળે તે માટે બામ્બુ યાર્ન ઉમેરીને સાડી બનાવી રહ્યા છે. જાણકારો માને છે કે બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ સમગ્ર સાડી રિલેટેડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ પૂરશે.
એવું નથી કે સુરતમાં ફક્ત સાડીઓ બનાવવામાં જ બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડીઓ જ બની રહી છે, કેટલાક ઉદ્યોગકારો ડ્રેસ મટિરિયલ્સમાં પણ બામ્બુ ફિલામેન્ટ-યાર્નનો વપરાશ ઉપયોગ કરી રહ્યા છે. બામ્બુ યાર્ન શાઇનિંગ આપતું યાર્ન હોવાથી ડ્રેસ મટિરિયલ ઉત્પાદકો તેના તરફ વળી રહ્યા છે.
બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતી સાડીઓની કોસ્ટ રૂ.1400થી શરૂ કરીને રૂ.12000 જેટલી થવા જાય છે. બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ ઉપરાંત બામ્બુ સિલ્કની પણ સાડીઓ બની રહી છે. જાણકારો કહે છે કે બામ્બુ યાર્નમાંથી બનતા ફેબ્રિક્સની ફેશન ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં એ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં જોવા મળશે.
બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ કે શર્ટ્સ આગામી દિવસોમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન સિમ્બોલ તરીકે જોવા મળે તેટલો ગ્રોથ આ સેગમેન્ટમાં હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.
રસપ્રદ સમાચારો સતત મેળવવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર Google Play Store પરથી પણ અમારી એપ ડાઉનલોડ કરી શકો
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
