August 2025 દિવસ બેંકો બંધ રહેશે
આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો. જો તમે પણ આ મહિને બેંકિંગના કેટલાક કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં આ સમાચાર વાંચી લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાલો તમને જણાવીએ શું છે આ મહત્વના સમાચાર…
દર મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજાઓ એટલે કે બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને હવે આ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે તેની યાદી પણ સામે આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ રહેશે, જેને કારણે તમારા કામ ખોરવાઈ શકે છે એટલે પહેલાં આ યાદી જોઈ લો. ચાલો જોઈએ આવતા મહિને ક્યારેય ક્યારે બંધ રહેશે બેંકો-

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ હશે બેંક હોલીડે-
- 3જી ઓગસ્ટના રોજ કેર પૂજાને કારણે ત્રિપુરા અને રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
- 8મી ઓગસ્ટના રોજ સિક્કીમ અને ઓડિશામાં ટેંડોંગને કારણે બેંકો બંધ રહેશે
- 9મી ઓગસ્ટના બીજો શનિવાર અને રક્ષાબંધનને કારણે બેંકોમાં રજા રહેશે
- 10મી ઓગસ્ટના રવિવારના બેંકોમાં જાહેર રજા રહેશે
- 13મી ઓગસ્ટના મણિપુરમાં દેશભક્ત દિવસની ઉજવણી નિમિત્તે બેંકો હોલીડે રહેશે
- 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેશનલ હોલીડેને કારણે બેંકોમાં રજા રહેશે
- 16મી ઓગસ્ટના જન્માષ્ટમી, પારસી નવા વર્ષ નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે
- 17મી ઓગસ્ટના રવિવારે બેંકોમાં રજા રહેશે
- 26મી ઓગસ્ટ ગણેશ ચતુર્થીને કારણે કર્ણાટક અને કેરળમાં બેંકો બંધ રહેશે
- 27મી ઓગસ્ટના ગણેશ ચતુર્થી નિમિત્તે આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ ઓડિશા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગણામાં બેંકો બંધ રહેશે
- 28મી ઓગસ્ટના નુઆખાઈને કારણે ઓડિશા, પંજાબ અને સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
