પરપ્રાંતીયો પર હુમલો કરવાની 42 ઘટનાઓને પગલે ગુજરાત પોલીસ હાઇએલર્ટ પર

(ઉત્તરભારતીયો જે ટ્રેનમાં મળે તેમાં બેસીને ગુજરાત છોડી રહ્યા છે, પ્રતિકાત્મક તસ્વીર)
ગુજરાતમાં ઉત્તરભારતીયો પર થઇ રહેલો હુમલો હવે નેશનલ ઇશ્યુ બનવા સાથે પોલિટીકલ ઇશ્યુ પણ બની ચૂક્યો છે. સાબરકાંઠામાં એક બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં બિહારીની સંડોવણી બહાર આવ્યા બાદ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી બિહારી અને ઉત્તરપ્રદેશવાસી શ્રમજીવીઓ પર મોટા પાયે હુમલા થઇ રહ્યા છે. એક અઠવાડીયામાં પરપ્રાંતીય, બિનગુજરાતી પર હુમલાની કુલ 42 ઘટનાઓ બની છે અને પોલીસે કુલ 342 લોકો સામે એફ.આઇ.આર. નોંધી છે. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં લોકો પરપ્રાંતીયોની વસાહતો પર હુમલો કરી રહ્યા છે અને આ હુમલાઓને પગલે હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ગુજરાત છોડી ભાગી રહ્યા છે. પરપ્રાંતીયો પર હુમલાની સૌથી વધુ ઘટનાઓ પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં પરપ્રાંતીય, બિનગુજરાતીઓ પર હુમલાની 15 ઘટનાઓ છેલ્લા એક અઠવાડીયામાં બની ચૂકી છે. ગુજરાત પોલીસે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ કુમકો ઉપરોક્ત વિસ્તારોમાં તૈનાત કરી છે. પરપ્રાંતીય કામદારો, બિનગુજરાતીઓ પર હુમલાઓ એક એવો ઇશ્યુ બની ચૂક્યો છે જે હવે પોલિટીકલ રૂપ પકડી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.
પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયા પર ભડકાઉ પોસ્ટ બદલ આઇ.ટી. એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાની ઘટનાઓમાં પોલીસે ત્વરિત એકશન લીધા છે અને કસૂરવારો સામે શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ચેતવણી આપતા હોય તે સ્વરમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનાં ગૃહરાજ્ય (ગુજરાત)માં ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનાં લોકોને મારી મારીને ગુજરાતમાંથી ભગાવવામાં આવશે તો એક દિવસ વડાપ્રધાને પણ વારાણસીમાં જવાનું છે, તે વાત ગુજરાતીઓ એ યાદ રાખવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘વારાણસીનાં લોકોએ જ વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા અને વડાપ્રધાન બનાવ્યા હતાં.’
સંજય નિરુપમએ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું, એ.એન.આઇ.ની ટ્વીટ
PM ke grih rajya (Gujarat) mein agar UP, Bihar aur MP ke logon ko maar-maar ke bhagaya jaayega toh ek din PM ko bhi Varanasi jana hai, yeh yaad rakhna. Varanasi ke logon ne unhe gale lagaya aur PM banaya tha: Sanjay Nirupam, Congress (7.10.18) pic.twitter.com/Jc330Czh7D
— ANI (@ANI) October 8, 2018
પાસ નેતા હાર્દિક પટેલએ એ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું
गुजरात में उत्तर भारतीयों पर हो रहे हमले की में निंदा करता हूँ।अपराधी को कठोर सजा मिले,इसके लिए पूरा देश उस पीड़ित परिवार के साथ खड़ा हैं।लेकिन एक अपराधी के कारण हम पूरे प्रदेश को ग़लत नहीं ठहरा सकते,आज गुजरात में 48 IAS एवं 32 IPS उ॰प्र और बिहार से हैं।हम सब एक हैं।जय हिंद
— Hardik Patel (@HardikPatel_) October 8, 2018
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


