CIA ALERT

Ashes Boxing Day test મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડે પછાડ્યું બે દિવસમાં ટેસ્ટ પૂર્ણ

Share On :

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક મહત્વ ધરાવતી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી હતી જેનું પરીણામ બે જ દિવસમાં આવી ગયું હતું., જેને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવી રહી છે. મેચના પહેલા દિવસે ટોસ હારીને પ્રથામ બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ થઇ ગઈ, બીજી તરફ ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખુબ જ ખરાબ રહી, ઇંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર 110 રનમાં સમેટાય ગયો હતો. 52 રનની લીડ સાથે બીજી ઇનિંગમાં દાવ પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 132 રનમાં ખખડી ગઇ હતી અને ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 175 રનનો પડકાર મળ્યો હતો. જે સરળતાથી સર કરીને બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને કારમી પછડાટ આપીને 5-0થી એશિઝ જીતવાના બણગાં પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

એ પૂર્વે

એશિઝ 2025-26ની ચોથી ટેસ્ટમાં ટોસ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાન ટીમના બેટર્સે ખુબ જ સાધારણ બેટિંગ કરી, કોઈ પણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં, ટીમ 45 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી ત્રણ વિકેટો તો સ્કોરબોર્ડ પર કોઈ રન ઉમેર્યા વગર જ પડી ગઈ.

ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી વધુ રન માઈકલ નેસરે(35) બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 અને એલેક્સ કેરીએ 20 રન બનાવ્યા, પાંચ ઓસ્ટ્રેલિયન બેટર્સ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા

ઇંગ્લેન્ડના જોશ ટોંગ તરફથી આક્રમક બોલિંગ જોવા મળી, તેણે 45 રન આપીને પાંચ વિકેટ લીધી. ગસ એટકિન્સને બે વિકેટ મળી, જ્યારે બ્રાયડન કાર્સ અને કેપ્ટન બેન સ્ટોક્સે એક-એક વિકેટ ખેરવી.

ઇંગ્લેન્ડનો ધબડકો:
ઓસ્ટેલિયનની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડના ચાહકો ખુશ હતાં, પરતું તેમની ખુશી લાંબી ના ટકી શકી. બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ગાડી શરૂઆતમાં જ પાટેથી ઉતરી ગઈ, ટીમે 8 ઓવરમાં માત્ર 16 રન પર 4 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી. બેન ડકેટ-2, જેકબ બેથેલ-1, જેક ક્રોલી-5 અને જો રૂટ-0 રન પર આઉટ થયો. ઓસ્ટ્રેલિયા મિશેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે બે-બે વિકેટ લીધી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :