એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ માઠાં પરિણામ નોતરે છે. શરીરને સંક્રામક રોગોથી બચાવતા અને ઇમ્યુન સેલ વધારતા આપણા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયાનો એન્ટિબાયોટિક દવાઓથી નાશ થઇ શકે છે.

આ મામલે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સંક્રામક રોગો અને વણનોતર્યા સોજા કે બળતરાને રોકવા માટે કુદરતી સુરક્ષાની જરૂર હોય છે અને એન્ટિબાયોટિક આવી કુદરતી સુરક્ષાને રોકે છે. અમેરિકાના નટરાજન ભાસ્કરન અને શિવાની બુટાલા સહિતના સંશોધકોએ શરીરના એક પ્રકારના બેક્ટેરિયા, ફેટ્ટી એસિડ અને મોઢાના ઇન્ફેકશન સાથે લડતા ચોક્કસ પ્રકારના સફેદ કણનું અધ્યયન કર્યું હતું. જ્યારે તમારા શરીરમાં ફંગલ ઇન્ફેક્શનનો સામનો કરવા માટેના બેક્ટેરિયા ન હોય ત્યારે શું થાય છે એ જાણવા એમણે એક પ્રયોગ કર્યો હતો અને એમને જણાયું હતું કે એન્ટિબાયોટિક શરીરના સારા બેક્ટેરિયાએ પેદા કરેલ ફેટ્ટી એસિડનો નાશ કરે છે. જોકે, એમણે જણાવ્યું હતું કે જીવને જોખમમાં નાખે એવા રોગોનો સામનો કરવા એન્ટિબાયોટિકની જરૂર તો છે.
આપણા શરીરમાં અનેક કુદરતી સુરક્ષા છે અને એની સાથે ચેડાં ન કરવાં જોઇએ. આ સાથે લાંબા સમય સુધી એન્ટિબાયોટિકના વપરાશથી કોઇ લાભ નથી થતો. આ સાથે એમને એ વાતની પણ જાણ થઇ હતી કે મૌખિક સ્વાસ્થ્ય અને શરીરના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


