CIA ALERT

ઓછા પ્રેશરથી પાણીની તકલીફ દૂર કરવા SMC કટિબદ્ધ : અનિલ ગોપલાણી (સ્થાયી સમિતિ ચેરમેન)

Share On :

શનિવાર તા.20મી ઓક્ટોબર 2018ના રોજ મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી શુદ્ધિકરણ અભિયાન બાબતે યુવા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીના આકરાં સરશંધાન બાદ હવે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન સાઇનું હુલામણું નામ ધરાવતા શ્રી અનિલભાઇ ગોપલાણીએ તાપી નદીની સતત બગડી રહેલી ગુણવત્તાને ઝડપભેર સુધારવા તેમજ વધુ નુકસાન ન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

  • તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હાઈડ્રોલિક(પાણી) અને આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર અને તમામ ઝોનના મુખ્ય અધિકારીઓ વચ્ચે એક બેઠક તા.22મી ઓક્ટોબર 2018ના રોજ યોજી હતી. તાપી નદીમાં વિયરના અપસ્ટ્રીમમાં 13 આઉટલેટ છે. તેમાં 12 સુરત પાલિકાની હદમાં છે અને 1 સુડાની હદમાં વાલક ખાતે છે, જે સૌથી વધારે અસર કરી રહ્યાં છે. સુરત પાલિકાની હદમાં છે, તેમાંથી લંકાવિજય હનુમાનના ઓવારા પાસેનો ઓવારો છે, તે સીલ કરી દીધો છે. ઉપરાંત અન્યને પણ દિવાળી સુધીમાં કઈ રીતે બંધ કરી શકાય તે માટે સુચન મગાવ્યા છે. આ માટે ડ્રેનેજ વિભાગ અને પાણી વિભાગ પણ અંદર અંદર સંકલન કરશે.

તાપી નદીમાં રો-વોટરની ક્વોલિટી ઝડપથી બગડી રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ડહોળુ, પીળુ અને દુર્ગંધવાળુ આવતુ હોવાની ફરિયાદ સતત વધી રહી છે. વહીવટી તંત્ર છેલ્લા દસેક દિવસથી થીંગડા મારીને કામ ચલાવવા માટેની મથામણ કરી રહ્યું છે. આ મુદ્દે ચૂંટાયેલી પાંખે કોઈ હસ્તક્ષેપ કર્યો નહતો. જોકે, હવે સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ આ મુદ્દે મોરચો સંભાળ્યો છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીનું કહેવું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા સુધરે, પાણી બચે તે માટે તમામ વિભાગોની કામગીરીને સ્પષ્ટ કરી હતી અને દર સપ્તાહે કામગીરીનો રિવ્યુ કરવા માટેનો તખ્તો પણ ગોઠવ્યો છે.

  • સુરત મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણીએ તા.22મી ઓક્ટોબર 2018ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઈડ્રોલિક, આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક બોલાવી સમગ્ર મુદ્દાની છણાવટ કરી
  • જ્યાં સુરત શહેરની વસતિ માટે પીવાના પાણીનો જથ્થો સંગ્રહાયેલો રહે છે એ વિયરના ઉપરવાસમાં સૌથી વધુ અસર કરતાં અને સુડાની હદમાં આવતા વાલક ગામના વરસાદી ગટરના સ્ટ્રોમ ડ્રેનેજના આઉટલેટ ઉપરાંત પાલિકાની હદમાં આવતા આઉટલેટના મુદ્દે પણ આગામી દિવસોમાં નક્કર પગલાં ભરીને કાયમી નિવેડો લવાશે
  • હાઈડ્રોલિક વિભાગ, આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગને સંકલન કરીને કામ કરવા તાકીદ, દર સપ્તાહે કામગીરીની સમીક્ષા કરાશે

તેમણે અન્ય મહત્વની બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શહેરમાં જ્યાં જ્યાં ઓછા દબાણથી પાણી મળવાની ફરિયાદો દૂર કરાશે. ડુમસ તરફના 13 ગામોમાં પાણી આપવાની વ્યવસ્થામાં વાલ્વ ઓપરેટરની સિસ્ટમનો વિકલ્પ પણ તૈયાર કરાશે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :