CIA ALERT

ભાજપ આગામી ૫૦ વર્ષ સુધી સત્તા પર રહેશે: અમિત શાહ

Share On :

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘અજેય ભારત, અટલ ભાજપ’ એવું નવું સૂત્ર જાહેર કરીને સત્તાવાર રીતે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી માટેનો દૃઢતાભર્યો મૂડ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શાસન હેઠળ સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ મૂલ્યો માટે તેમ જ દેશની પ્રગતિ તથા વિકાસના માર્ગે લઈ જવા દૃઢ છે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધતી વખતે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને નવા સૂત્ર સાથે હૃદયપૂર્વકની અંજલિ પણ આપી હતી.

‘અજેય ભારત, અટલ ભાજપ’ એ સૂત્રનો અર્થ એવું ભારત જે સદા અપરાજિત રહેશે અને કોઈના પણ વશમાં આવ્યા વગર અડગ અને નિશ્ર્ચયી રહેશે. મોદીએ કહ્યું હતું કે તેમનો પક્ષ આ સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે.

ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન કરનારા વિરોધ પક્ષો વિશે મોદીએ ટકોર કરતા કહ્યું હતું કે ‘જે લોકોને એકમેક સામે જોવાનો વ્યવહાર નથી તેઓ મહાગઠબંધન માટેની મથામણ કરી રહ્યા છે. અમારા કાર્યોનું આ સૌથી મોટું સમર્થન છે. આ લોકોનું એવું મહાગઠબંધન કરવામાં મથ્યા છે જેમાંના નાના પક્ષો સહિત કોઈને પણ કૉન્ગ્રેસની નેતાગીરી સ્વીકાર્ય નથી.’ દરમિયાન, ભાજપના પ્રમુખ અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાનો પક્ષ ફરી સત્તા પર આવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

‘અમિત શાહે કહ્યું છે કે ભાજપ આવતા ૫૦ વર્ષ સુધી સત્તા પર રહેશે. ભાજપ પોતાના પર્ફોર્મન્સને આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતશે અને પછીના ૫૦ વર્ષ સુધી પણ એને કોઈ સત્તાવિમુખ નહીં કરી શકે,’ એવું ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે અહીં પત્રકારોને પક્ષની કારોબારીની બેઠક ખાતે અમિત શાહે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

પ્રસાદે કહ્યું હતું કે ‘આ અંદાજ વિવિધ રાજ્યોમાં ભાજપ-શાસિત સરકારોના તેમ જ કેન્દ્રમાં સરકારનો જે પર્ફોર્મન્સ રહ્યો છે અને કોઈ પણ પ્રકારના અહંકાર વગર જે રીતે કામો થઈ રહ્યા છે એને આધારે વ્યક્ત થયો છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યાર પછી ભાજપે ક્યારેય ચૂંટણીમાં પરાજય નથી જોવો પડ્યો. ભાજપ પોતાના પર્ફોર્મન્સને કારણે જ રાજ્યમાં સત્તા પર રહી છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :