Air Indiaનું સર્વર હેક થયું હતું : પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ DATAની ચોરી

સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.
એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’
એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.
સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
