મુંબઇમાં Whats App ગ્રુપ એડમિન જેલ ભેગો, તમારા ગ્રુપમાં આવું તો કંઇ ચાલતું નથી ને?
મુંબઇમાં એક એવા વ્હોટ્સએપ ગ્રુપ એડમિનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એ વ્હોટ્સએપ ગ્રુપ એડમિને એક મહિલાનો ફોન નંબર ગ્રુપમાં સામેલ કર્યો હતો, આ ગ્રુપમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હતું.
મૂળ કોલકાત્તાના રહીશ 24 વર્ષિય મુસ્તાક અલી શેખ જે વ્યવસાયે સુથારી કામ કરે છે એ વ્હોટ્સએપ ગ્રુપનો એડમિન છે અને તેની સામે મુંબઇ પોલીસે આઈપીસીની મહિલા સન્માન વિરુદ્ધ વિપત્તીજનક વ્યવહાર તેમજ આઇ.ટી. એક્ટની કલમ 67 અને 67-એ અન્વયે ગુનો દાખલ કરીને તેને જેલ ભેગો કર્યો છે.
માટુંગા પોલિસે મુસ્તાક અલી શેખની ધરપકડ ગત 15મી નવેમ્બર 2018ના રોજ કરી હતી. મુસ્તાક અલી સામે ફરીયાદ કરનાર મારુતિ શેલ્કે નામની મહિલાએ પોતાની ફરીયાદમાં લખાવ્યું હતું કે તેનો મોબાઇલ નંબર ત્રિપલ એક્સ નામના એક વ્હોટ્સ એપ ગ્રુપમાં ગત સપ્ટેમ્બર 2017થી દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાને પહેલા અેવું લાગ્યું કે તેના કોઇક મિત્રએ જ મજાકના હેતુથી ત્રિપલ એક્સ નામના વ્હોટસ એપ ગ્રુપમાં તેણીનો નંબર દાખલ કર્યો હશે એટલે નજર અંદાજ કરી હતી એ બાબત. પણ દિવસ જતા ત્રિપલ એક્સ ગ્રુપમાં બિભત્સ વિડીયો, ફોટાએ તેમજ અશ્લીલ કન્ટેન્ટની ભરમાર પોસ્ટસ રોજેરોજ કરવામાં આવતી હતી. આથી મારુતિ શેલ્કેએ પોલીસને ફરીયાદ આપવી પડી હતી.
મારુતી શેલ્કેએ પોતાની ફરીયાદમાં જણાવ્યું કે ગ્રુપમાં 12 મેમ્બર્સ છે અને તેમાંથી કોઇને એ મહિલા ઓળખતી ન હતી. એટલું વાહિયાત કન્ટેન્ટ પોસ્ટ કરવામા આવતું હતું કે તેણીએ પોલીસ ફરીયાદ નોંધાવવી પડી હતી. પોલીસે મારુતિ શેલ્કેની ફરીયાદને આધારે પશ્ચિમ બંગાળનો નંબર જે મોબાઇલ કંપનીએ ઇશ્યુ કર્યો હતો તેની તપાસ કરતા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જણાવ્યું કે વ્હોટ્સ એપ ગ્રુપ એડમિન મુશ્તાક અલી શેખ ના નામે નંબર ઇશ્યુ છે અને એ પશ્ચિમ બંગાળ નહીં મુબઇમાં જ રહે છે અને ત્યાં જ મોબાઇલનો વપરાશ કરે છે. મુંબઇ પોલીસે મુશ્તાક અલી શેખની સાયન-ધારાવી એરિયામાંથી શોધી કાઢીને ધરપકડ કરી ત્યારે તેણે બચાવમાં કહ્યું કે મહિલા મારુતી શેલ્કેનો નંબર ભૂલથી એડ થઇ ગયો હશે, હકીકતમાં મુશ્તાક શેખને એમ હતું કે એ નંબર તેના સાળાનો છે. પોલીસે તેની વાત ગ્રાહ્ય ન રાખીને તેને કસ્ટડીમાં લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઇ પોલીસે મુશ્તાક શેખનો નંબર ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યો છે. આ કારણે ગ્રુપના અન્ય 11 મેમ્બર્સ પણ મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. પોલીસ તેમના નંબરની પણ તપાસ કરી રહી છે. મુશ્તાક અલી શેખ જો કસૂરવાર ઠરશે તો તેને પાંચ વર્ષની જેલની સજા અને રૂ.10 લાખનો દંડની સજા થાય તેવી શક્યતાઓ છે.
મુંબઇ પોલીસે વ્હોટ્સ એપ ગ્રુપ વપરાશકારો તેમજ એડમિન્સને પણ ચેતવ્યા કે વ્હોટ્સ એપ ગ્રુપમાં કેવા પ્રકારની પોસ્ટસ મેમ્બર્સ કે ગ્રુપ દ્વારા મૂકવામાં આવે છે તેના પર સતત વોચ રાખવી જોઇએ અને જે લોકો અશ્લીલ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મૂકતા હોય તેમની સામે તરત જ રિપોર્ટ પોલીસમાં કરવો જોઇએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
