CIA ALERT

સુરતના જમનાનગર BRTSમાં ઘૂસેલા GST ઓફિસરની લોકોએ જે વલે કરી…..જુઓ વિડીયો

Share On :

(GST સુરતના આ અધિકારીની સૉફર ડ્રીવન ઇનોવા કાર જમનાનગર બીઆરટીએસમાં ઘૂસી અને પછી જે વલે થઇ એ કદાચ કોઇ અધિકારીએ નહીં અનુભવી હોય)

GST સામે સ્થાનિક લોકોમાં કેવો રોષ છે તેનો પરચો જોવો-જાણવો હોય તો આ ન્યુઝ મેટર વાંચી જજો અને તેના વિડીયો જોઇ લેજો. આજે સમી સાંજે સુરત GST  કચેરીમાં ફરજ બજાવતા અને જેમને હોદ્દાની રૂએ ઇનોવા જેવી લકઝરીયસ શૉફર ડ્રીવન ગાડી મળી છે એવા એક વણઓળખાયેલા અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસ્યા હતા અને પછી સામાન્ય લોકોએ તેમનો જે તમાશો કર્યો એ જોતા એ વાતની પ્રતીતિ થાય છે કે સામાન્ય લોકો GST થી કેટલા પરેશાન થઇ ચૂક્યા છે.

સુરત GST કાર્યાલયમાં ફરજ બજાવતા અા અધિકારી તેમની સત્તાવાર ઇનોવા કારમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા. તેમના ડ્રાઇવરે ભટાર તરફથી જમનાનગર બીઆરટીએસમાં ગાડી ઘૂસાડી દીધી અને બાદમાં એવો તમાશો શરૂ થયો કે ન પૂછો વાત. જમનાનગર બીઆરટીએસ સ્ટેન્ડ પર લગાડેલી રેલિંગ ખૂલી નહીં અને GST અધિકારીની ઇનોવા ત્યાં ઉભી રાખવી પડી. પહેલા એકલદોકલ લોકોએ તેમને ઠપકો આપ્યો એટલે ગાડી થોડી રિવર્સ લેવી પડી. પણ પછી તો લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને GST અધિકારીની જે વલે કરી. GST  અધિકારીએ ડ્રાઇવર અને ગાડી ત્યાં જ મૂકીને ભાગી જવું પડ્યું હતું. સ્થળ પર લોકોમાં એટલો રોષ હતો કે પોલીસને બોલાવીને આ GST અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગાડી છોડવામાં ન આવે. અને લોકોએ લગભગ એક કલાક સુધી GST  અધિકારીની ગાડી હટવા પણ દીધી ન હતી.

આ GST અધિકારીને બીઆરટીએસમાં ફસાયા પછી ખબર પડી હશે કે સ્થાનિક લોકોમાં GST સામે કેટલો રોષ ભભૂકી રહ્યો છે. બીઆરટીએસમાં અન્ય સરકારી અધિકારીઓ ઘૂસતા હશે અને નીકળી જતા હશે પણ GST અધિકારી ફસાયા એટલે કાગનું બેસવું અને ડાળનું પડવું એ રૂએ જે જે લોકોને ખબર પડતી ગઇ કે GST અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ફસાયા છે, લોકો ઘટના સ્થળે જઇને તેની સામે કાર્યવાહીની માગ સાથે ટોળે વળ્યા હતા.

જોકે, મોડી સાંજ સુધી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસેલા અધિકારીના નામની કોઇ જાણકારી મળી નહતી. ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે ગાડીને લાંબા સમય સુધી રોકી રાખી હોવાનું જાણવા મળે છે.

સાંજે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસના સ્ટાફે સમગ્ર મામલામાં દરમિયાન થવું પડ્યું હતું. ટોળે વળેલા લોકોની માગણી હતી કે પોલીસ જીએસટી અધિકારીની કારને ખટોદરા પોલીસ મથકે લઇ જઇને તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરે. એ માગણી અનુસાર ખટોદરા પોલીસે જીએસટી અધિકારીની ઇનોવા કારને ખટોદરા પોલીસ મથકે મૂકાવડાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :