ક્રૂડ તૂટીને 9 મહિનાના તળિયે, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાના સંકેતો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ડિસેમ્બરથી ક્રૂડના ઉત્પાદન કાપ સામે ટ્વિટ કરીને વર્તમાન ભાવ હજી નીચા આવવા જોઈએ એમ જણાવતાં સોમવારે આવેલો ઉછાળો શમી ગયો હતો.
વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારની ટોચથી લગભગ ચાર ટકા ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આગલા બંધની સામે લગભગ બે ટકા ઘટીને બેરલે 69 ડોલરની નીચે ગબડીને 68.32 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે 12 ફેબ્રુઆરી 2018 પછીનો સૌથી નીચો ભાવ હતો. આમ બ્રેન્ટ છેલ્લાં 12 દિવસથી સળંગ ઘટ્યું છે જેમાં વધ્યા મથાળેથી 20 ટકાનું ધોવાણ થયું છે.
માત્ર 12 દિવસના ઘટાડામાં ક્રૂડ નવ મહિનાની નીચી સપાટીએ ગબડ્યું છે. બ્રેન્ટને પગલે પગલે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (ડબલ્યુટીઆઇ)માં પણ એક તબક્કે 2.8 ટકાનો કડાકો બોલાયો હતો જે 26 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 11 ટકા ઘટીને બેરલે 59 ડોલરની નીચે ગબડીને 58.34 ડોલરની સપાટીએ રહ્યું હતું.
સાઉદીના ઊર્જા પ્રધાને ડિસેમ્બરથી દૈનિક પાંચ લાખ બેરલ્સના ઉત્પાદન કાપની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલો ઉછાળો ઝડપથી શમી ગયો હતો. ભાવ તૂટવાની સાથે વોલ્યુમ પણ 100 દિવસની એવરેજની સામે 67 ટકા વધીને રહ્યું હતું જે સૂચવે છે કે તેજીની પોઝિશન ઝડપથી સુલટાઈ રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
