માલ્યા-જેટલીની મિટીંગે ભાજપા સમેત સરકારને ફિક્સમાં મૂકી દીધી છે
વિજય માલ્યાના નિવેદનને આધાર બનાવીને રાહુલ ગાંધી સમેત ભાજપ વિરોધી પાર્ટીના નેતાઓએ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સામે આકરાં સરશંધાન વ્યક્ત કર્યા છે. આજે તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એક એકથી અણીયારા સવાલો ઉપસ્થિત કરીને મોદી-અમીત શાહને બેકફૂટ પર લાવી દીધા છે. અરુણ જેટલી પોતાનો બચાવ કરી શકતા નથી. આ મામલે હવે ભાજપે ડેમેજ મેનેજમેન્ટ કન્ટ્રોલ હાથ ધરવાની નોબત આવી છે.

રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે વિજય માલ્યા ભાગી જવાના છે એવી ખબર હોવા છતાં અરુણ જેટલીએ તેમની સામે કાર્યવાહી થવા ન દીધી, તેમણે તંત્રવાહકોને એલર્ટ કરી દેવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે અરુણ જેટલી 15 મિનિટ સુધી સંસદ ભવનમાં જ વિજય માલ્યાને મળ્યા હતા. સીસી ટીવી ફૂટેજ ચકાસી લઇએ તો બધું ખબર પડી જશે.
દેશની બેંકોના કરોડો રુપિયાનું ફુલેકું ફેરવનાર શરાબના વેપારી વિજય માલ્યાએ અરુણ જેટલી સાથેની મુલાકાતનો ખુલાસો કર્યા બાદ રાજકારણનો માહોલ ગરમાઈ ગયો છે. રાહુલ ગાંધીએ એટલે સુધી જણાવ્યું કે માલ્યા અને જેટલી વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ રાહુલ ગાંધીએ માંગ કરી હતી.
તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલે અરુણ જેટલીનું રાજીનામું માંગ્યું હતું. કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર કરેલાં 10 મોટા હુમલા આ પ્રમાણે છેઃ
1. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તા.12મી સપ્ટેમ્બર 2018ના રોજ અરુણ જેટલીએ કબુલ્યુ કે વિજય માલ્યા સાથે એમની સંસદ પરિસરમાં મુલાકાત થઈ હતી. જેટલી લાંબા બ્લોગ લખે છે, પરંતુ આ મામલે કશુંય લખતા નથી. અરુણ જેટલી મુલાકાત અંગે જુઠ બોલી રહ્યા છે. અમારા સાથી પીએલ પુનિયાએ એમને મુલાકાત કરતા જોયા છે.
2. રાહુલ કહ્યું કે, એમાં બે સવાલ પેદા થાય છે. પ્રથમ સવાલ કે નાણાપ્રધાન ભાગેડુ સાથે વાત કરે છે અને એમને લંડન જવા અંગે કહે છે. પરંતુ માલ્યા અંગે અરુણ જેટલીએ કોઈ એજન્સીને કેમ જણાવ્યું નહીં.
3. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું કે સીબીઆઈ પર દબાણ વધારીને ‘રેસ્ટ્રેન્ડ નોટિસ’ને ‘ઈન્ફોર્મ્ડ’ નોટિસમાં કોણ બદલાવી ? એમણે આરોપ લગાવ્યો કે, નાણાપ્રધાનની મિલીભગત છે. નાણાપ્રધાને રાજીનામું આપવું જોઈએ.
4. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું કે નાણાપ્રધાને જણાવવું જોઈએ કે એમણે અપરાધી સાથે મિલીભગત કેમ કરી ? રાહુલે એ પણ પ્રશ્ન કર્યો કે જેટલીએ માલ્યાને ખુદના સ્તર પર ભાગવા જવાનો નિર્ણય કર્યો કે પછી મોદીજીના કહેવાથી આવું કર્યું ?
5. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે લુકઆઉટ નોટિસ તો ફક્ત નાણાપ્રધાન અને વડાપ્રધાન જ બદલાવી શકે છે. નાણાપ્રધાને વિજય માલ્યાને ભાગવ દીધા.
6. કોંગ્રેસ અધ્યક્ષ પોતાની સાથે પીએલ પુનિયાને લઈને આવ્યા હતા. પીએલ પુનિયાએ દાવો ક્યો કે એમણે જેટલી અને માલ્યાને સંસદ પરિસરમાં મુલાકાત કરતા જોયા હતા.
7. પીએલ પુનિયાએ કહ્યું કે બજેટ રજૂ થવાના આગળના દિવસે 1 માર્ચે અરુણ જેટલી અને વિજય માલ્યા વાત કરી રહ્યા હતા. એ લગભગ 15 થી 20 મિનિટ વાત કરતા રહ્યાં. પહેલા બંને ઉભા રહીને અે પછી બંને ત્યાં સેન્ટ્રલ હોલમાં બેસીને વાત કરવા માંડ્યા.
8. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે મેં બે દિવસ પછી વાંચ્યું તો વિજય માલ્યા રવાના થઈ ગયા છે, તો હું હેરાન રહી ગયો. એમણે કહ્યું કે, અમે ઈચ્છીએ કે સંસદના સીસીટીવી ફુટેજની તપાસ થવી જોઈએ તો સત્ય બહાર આવશે.
9. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના નિવેદન બાદ નાણાપ્રધાન જેટલીનું રાજીનામું માગ્યું હતું.
10. એમણે ટ્વીટ કરીને કહ્યું કે માલ્યા તરફથી લગાવેલા આરોપ ગંભીર છે અને વડાપ્રધાને તાત્કાલિક આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. રાહુલે કહ્યું કે, તપાસ પુરી ન થાય ત્યાં સુધી જેટલીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


