જાપાન પર ત્રાટક્યું જેબી નામનું શક્તિશાળી વાવાઝોડું : છ જણનાં મોત
જાપાન પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભૂકંપ અને વાવાઝોડા જેવી મુસીબતોનો સામનો કરતું આવ્યું છે. આવી જ એક કુદરતી આફત જાપાનના પશ્ર્ચિમી ભાગ પર ત્રાટકી છે. સમુદ્રમાં આવેલા ‘જેબી’ નામના આ ચક્રવાતી તોફાને જાપાનને ફરી એકવાર મુસીબતમાં મૂક્યું છે. આમાં છ જણનાં મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઈ છે. આ તોફાનમાં હવાની ઝડપ લગભગ 162 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ છે, જેના લીધે દરિયામાં મોટી લહેરો ઊઠી હતી. અનુમાન છે કે હવાની ઝડપમાં હજુ વધારો થશે. આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી અપાઇ છે.
જાપાનના ઈતિહાસમાં છેલ્લા પચીસ વર્ષમાં ત્રાટકનારું આ સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું છે. પશ્ર્ચિમ જાપાનમાં વાવાઝોડાના તોફાની પવનને લીધે ઘણાંને ઇજા થઈ હતી. આ ઉપરાંત ક્યોટો સ્ટેશનમાં ઘણાં કાચ તૂટી ગયા હતા. 11.9 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે.
જાપાનના ક્ધસાઇ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા હવાઇ સેવાઓ રદ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 600થી વધારે ફલાઇટ્સને રદ કરવામાં આવી હતી. ઓસાકા અને હિરોશિમા વચ્ચેની લોકલ હાઇસ્પીડ ટ્રેન સેવાઓને હાલમાં બંધ કરી દેવાઇ હતી. ઓસાકાના પ્રવાસી સ્થળ યુનિવર્સલ સ્ટુડિયોના થીમ પાર્કને બંધ રાખવામાં આવ્યો હતો.
જાપાનની રાજધાની ટોકયોમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. ‘જેબી’ નામનું આ ચક્રવાત આ સિઝનનું 21મું તોફાન છે, જે જાપાન સાથે ટકરાઇ રહ્યું છે. કોરિયાઇ ભાષામાં જેબી ચક્રવાતનો મતલબ ‘ગળી જવું’ એવો થાય છે. આશંકા છે કે પશ્ર્ચિમી જાપાન સાથે ટકરાયા પછી આ તોફાન વધારે ભયાનક સ્વરૂપ લેશે. હાલમાં આ તોફાન હોનશૂ આઇલેન્ડ તરફ વધી રહ્યું છે. જે પછી તેને નબળું પડવાની સંભાવનાઓ છે. જાપાન સરકારે રાજધાની ટોકયોમાં જેબી તેથી સૌથી મજબૂત સ્થિતિમાં ટકરાવાની ચેતવણી આપી હતી. ટોકયોમાં હાલ ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના અહેવાલ મળ્યા છે.
જાપાનમાં દર વર્ષે ઘણા તોફાનો આવે છે. વિતેલા મહિનાઓમાં જાપાનમાં આવેલા પૂરમાં 200થી વધારે લોકોના મોત થયા હતા. હાલમાં સરકારે 1500 શિબિરો લગાવી છે. સુરક્ષાનાં કારણોથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
