નિફ્ટી ઇન્ડેક્ષના આઇશર શેર પર છેલ્લા 10 વર્ષમાં 9,568 % રિટર્ન
નિફ્ટી-૧૦૦ની વાત કરીએ તો તેના ઘટકે સર્વોચ્ચ રિટર્નમાં 19,728 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જ્યારે સૌથી ખરાબ દેખાવ દર્શાવનાર 70 ટકાનું નેગેટિવ રિટર્ન સૂચવે છે.
નિફ્ટી-100માં ટોચનું રિટર્ન દર્શાવનાર મલ્ટિબેગર કાઉન્ટર્સમાં એનબીએફસી, ખાનગી બેંકિંગ, સિમેન્ટ, એફએમસીજી, ફાર્મા અને ઓટો એન્સિલરી ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. બેન્ચમાર્કમાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવનાર શેર બજાજ ફાઇનાન્સનો છે. તેણે 10 વર્ષના ગાળામાં 19,728 ટકાનો સુધારો દર્શાવ્યો છે.
જ્યારે અન્ય આવાં કાઉન્ટર્સમાં આઇશર મોટર (9,568 ટકા), ઇન્ડસઇન્ડ બેંક (2,898 ટકા), શ્રી સિમેન્ટ (2,470 ટકા), બ્રિટાનિયા (2,190 ટકા), એમઆરએફ (2,093 ટકા), ઓરોબિંદો ફાર્મા (1,874 ટકા), ગોદરેજ કન્ઝ્યુમર (1,826 ટકા) અને મધરસન સુમી (1,822 ટકા)નો સમાવેશ થાય છે. આમાંની મોટા ભાગની કંપનીઓના શેર્સ હાલમાં તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા છે.
આ કાઉન્ટર્સમાંના મોટા ભાગનાએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન કોઈ મોટાં કરેક્શન દર્શાવ્યાં નથી. હેવેલ્સ જેવા કાઉન્ટરે ગુરુવારે જ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. છેલ્લાં કેટલાંક સત્રોમાં શેરના ભાવમાં 15 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આમ ઊંચા ભાવે પણ આ કાઉન્ટર્સ નવી ટોચ દર્શાવી રહ્યા છે.
ઇન્ડસઇન્ડ બેંકનો શેર પણ ખાનગી બેંકિંગમાં મોંઘા ગણાતો હોવા છતાં સતત સારાં પરિણામો પાછળ નવી ટોચ દર્શાવવાનો ક્રમ સતત જાળવી રહ્યો છે. જે રીતે કેટલાક ખાનગી મેનેજમેન્ટ ધરાવતા નિફ્ટી-100 કંપનીઓના શેર્સ અસાધારણ રિટર્ન દર્શાવી રહ્યા છે ત્યારે આનાથી ઊલટું વિપરીત દેખાવ કરનારા શેર્સમાં મોટા ભાગના જાહેર ક્ષેત્રના શેર્સનો સમાવેશ થાય છે. જેમાં મેટલથી લઈને હાઈડ્રો-કાર્બન ક્ષેત્રના પીએસયુ સમાવિષ્ટ છે.
જેમ કે એનએમડીસીનો શેર તેના 2008ના ટોચના સ્તરની સરખામણીમાં આજે પણ 69 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આવાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ભેલ (69 ટકા), DLF (64 ટકા), સેઇલ(46 ટકા), આઈડિયા(38 ટકા), PNB(18 ટકા), ભારતી એરટેલ(15 ટકા), એનટીપીસી (13 ટકા), ટાટા સ્ટીલ (6 ટકા) અને ઓએનજીસી (6 ટકા)નો સમાવેશ થાય છે. ડીએલએફ અને ભારતી એરટેલ અને આઇડિયાને બાદ કરતાં મોટા ભાગનાં કાઉન્ટર્સ પીએસયુ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
