SGCCIની 3 મોટી ઇવેન્ટ્સ 24થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશેઃ ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ અને WEE એકિઝબિશન લોંગ વીકએન્ડમાં ધૂમ મચાવશે


સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ અને વુમન આંત્રપ્રિન્યોર એકિઝબિશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે.
શનિવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમ, સરસાણા, સુરત ખાતે ત્રણેય એક્ઝિબિશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્ઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ Craftroots – Crafting Stories, Stitching Culturesના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી અનાર પટેલ પધારશે અને તેમના વરદ્ હસ્તે એકિઝબિશનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એલ્બર્ટા ઇકોનોમિક કોરિડોરના MLA ચેર, શ્રી શેન ગેટસન (Mr. Shane Getson, MLA Chair, Alberta Economic Corridor), બોત્સ્વાનાના આંતરરાષ્ટ્રીય સંબંધોના માનનીય મંત્રી ડૉ. ફેન્યો બૂટાલે (Hon. Dr. Phenyo Butale, Minister of International Relations, Botswana) તથા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્યના માનનીય ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી (Hon’ble, Mr. Raj Modi, Deputy Minister of Industry and Commerce, Republic of Zimbabwe) ઉપસ્થિત રહી વિશિષ્ટ હાજરી નોંધાવશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ભારતમાં સાયપ્રસ રિપબ્લિકના માનદ્ કોન્સુલ જનરલ શ્રી વિરાજ કુલકર્ણી (Mr. Viraj Kulkarni, Hon. Consul General of the Republic of Cyprus in India), કેનેડાના એલ્બર્ટા રાજ્યના MLA સુશ્રી જેકી લવલી (Ms. Jackie Lovely, MLA Alberta, Canada), નેશનલ MSME બોર્ડના ડિરેક્ટર શ્રી પ્રદીપ પેશકર (Mr. Pradeep Peshkar, Director National MSME Board), ઘાના રિપબ્લિકની ઘાના ફ્રી ઝોન્સ ઓથોરિટી (GFZA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. મેરી અવુસી (Dr. Mary Awusi, Chief Executive Officer, Ghana Free Zones Authority (GFZA), Republic of Ghana) તથા KREMAG એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ઇશ્વર પરમાર (Mr. Ishwar Parmar, Vice President, KREMAG Association) ઉપસ્થિત રહેશે.
આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એકિઝબિશનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે.
_____________________________________________________
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકિઝબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકિઝબિટર્સે ભાગ લીધો છે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, એકિઝબિશનમાં ભારતીય ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ દ્વારા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. ઓર્ગેનિક મોરિંગા (સરગવા) લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્સ તથા મોરિંગા ટેબ્લેટ્સ જેવી મુખ્ય પ્રોડકટ રેન્જ રજૂ કરવામાં આવશે, જે નિયમિત ઉપયોગથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસમાં સકારાત્મક ફેરફાર લાવે છે.
એક્ષ્પોમાં બોટલ પિક એન્ડ ડ્રોપ માટેની અદ્યતન રોબોટ મશીનરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટ સિસ્ટમ આપોઆપ બોટલોને ચોક્કસ રીતે ઉઠાવીને બોકસમાં ગોઠવવાનું કામ કરે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા વધે છે. માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડીને સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બનતી આ મશીનરી ખાસ કરીને ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોના ચેરમેન શ્રી કે.બી. પિપલિયાએ જણાવ્યું હતું કે, શહેરીજનો ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે પ૦૦થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે.
આ એકિઝબિશન માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેશે. શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિક મિત્રોને આ એકિઝબિશનની વિઝીટ કરવાથી ઘણો લાભ થશે.
_____________________________________________________
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકિઝબિશન યોજાઇ રહયું છે.
આ એકિઝબિશનમાં દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ભાગ લેશે. દુબઇના એકિઝબિટર્સ રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પ્રદર્શન કરશે. ઓસ્ટ્રેલિયાના એકિઝબિટર્સ વિઝા પ્રોસેસ ઉપરાંત કાઉન્સીલ સર્વિસ – સેવાઓનું પ્રદર્શન કરશે. અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ડ્રાય ફુ્રટ, મસાલા અને કાર્પેટનું પ્રદર્શન કરશે. થાઇલેન્ડના એકિઝબિટર્સ હેલ્થ, બ્યુટી અને એફ.એમ.સી.જી. ક્ષેત્રની પ્રોડકટ્સનું પ્રદર્શન કરશે. જાપાનના એકિઝબિટર્સ લોજિસ્ટીકસ અને કુરિયર સર્વિસિસનું પ્રદર્શન કરશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં અફઘાનિસ્તાનના ૧૦, દુબઇના ર, થાઇલેન્ડના ર, જાપાનનો ૧ અને ઓસ્ટ્રેલિયાનો ૧ મળી કુલ ૧૬ સ્ટોલ રહેશે. આ ઉપરાંત, વસુધૈવ કુટુંમ્બકમ કોન્સેપ્ટ થકી સેલ્ફ હેલ્થ ગૃપ તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને ખાસ કરીને ભુજથી ૧રથી વધુ સ્ટોલ રહેશે.
આ એકિઝબિશનમાં ભાગ લેનારા દેશો ઉપરાંત કેનેડા, શ્રીલંકા, તુનેશિયા, ઘાના, સાઇપ્રસ, ઇથોપિયા વિગેરે દેશોથી બાયર્સ અને વિઝીટર્સ આવશે તથા તેઓના દેશોમાં વેપારની તકો વિષે પણ સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને માહિતી આપશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં ૧પથી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ૪થી વધુ દેશોના મિનિસ્ટ્રી તથા વિવિધ ડિપ્લોમેટ્સની નોંધપાત્ર હાજરી રહેશે. તદુપરાંત, ૧પથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો એકિઝબિશનની મુલાકાત લઇ સુરતના ઉદ્યોગકારો સાથે બી–ટુ–બી મિટીંગ કરશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને મળશે. વિદેશી પ્રતિનિધિ મંડળો સુરતમાં ૪૦થી વધુ ફેકટરી વિઝિટ કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ એકિઝબિશન થકી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધો સંપર્ક સાધવાની તક મળશે અને તેઓ નવા બિઝનેસ વિકલ્પો શોધી શકશે, જેથી કરીને બિઝનેસ ડેવલપમેન્ટ માટે નવી દિશાઓ ખુલશે.
_____________________________________________________
SGCCIના લેડીઝ વિંગ દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે Women Entrepreneur Exhibition (WEE)નું આયોજન કરવામાં આવ્યું છે. One More Steps Towards Women Entrepreneurshipની થીમ પર આધારિત આ એકિઝબિશન મહિલાઓને તેમના વ્યવસાય, પ્રતિભા અને ઉત્પાદનોને વ્યાપક મંચ પર રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરું પાડશે.
WEE એકિઝબિશનમાં ૧૧૦થી વધુ મહિલા સાહસિકો દ્વારા વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેમાં હેલ્થ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટ્સ, ફેશન અને ફિટનેસ ઇકિવપમેન્ટ્સ, સ્કિન અને હેલ્થ કેર, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ, ડ્રેસ મટિરિયલ્સ, ફેશન એકસેસરીઝ, પરંપરાગત વસ્ત્રો અને સાડીઓ, જ્વેલરી, ઇન્ટિરિયર ડેકોરેશન આઇટમ્સ, ડિઝાઇનર લાઉન્જ તેમજ ફૂડ એન્ડ બેવરેજીસ જેવા વિવિધ સેગમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
WEE એકિઝબિશન માત્ર વેપાર–વ્યવસાય માટેનું મંચ નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનવા, નેટવર્કિંગ કરવા, પોતાના બ્રાન્ડને ઓળખ અપાવવા અને નવી વ્યવસાયિક તકો શોધવાની એક સશક્ત પ્લેટફોર્મરૂપે કાર્ય કરશે.
ચેમ્બરની લેડીઝ વિંગનો હેતુ મહિલાઓમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિને પ્રોત્સાહન આપી તેમને મુખ્ય પ્રવાહના વ્યવસાય સાથે જોડવાનો છે, જેથી મહિલા સશક્તિકરણને વાસ્તવિક સ્વરૂપ આપી શકાય.
Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન દ્વારા શહેરના નાગરિકોને મહિલાઓના પરિશ્રમ, સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતાનો સીધો અનુભવ મળશે, સાથે જ સ્થાનિક અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની ભાવના પણ મજબૂત બનશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


