ભારે વરસાદને પગલે સુરતની રૂટિન લાઇફ ડિસ્ટર્બ, સ્કુલોમાં રજા પણ બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવી નોકરી ધંધે જવા નીકળેલા લોકો ભીંજાઇ ગયા

Share On :

સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિઃ સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેકોર જળબંબાકાર.

The weir level reached 6.00 mt. at 3:00 AM, so it is closed for traffic on 23 June 2025

જો આપની કોલેજમા કે આસપાસ પાણી ભરાયેલ હોય તો આપની કક્ષાએથી વર્ગ બંધ રાખવા નિર્ણય કરી શકાય છે.. પરિસ્થિતિગત અને જો પરીક્ષા ન હોય તો વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકાય છે જે વિદિત થાય છે
કુલસચિવ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત

રાંદેરઝોનથી સેન્ટ્રલ,કતારગામ,વરાછા કે અઠવા ઝોન જવું હોય તો જીલાની બ્રિજ,પાલ ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ, સંખ્યા બંધ વાહનો પાણીમાં ફસાયા,વાહનો બંધ થઈ જતા પગપાળા જવું પડ્યું

સુરત શહેર જિલ્લામાં આજે વહેલી સવારથી ત્રાટકેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને ઘેરી અસર પહોંચાડી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દેવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા ત્યાંથી તેમને ઘરે પરત મોકલવાની વ્યસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાઓ આજથી જ શરૂ થઇ છે. આ પરીક્ષાઓ રાજ્યવ્યાપી હોવાથી તેને મૌકૂફ રાખવાની સત્તા સ્થાનિક સ્તરે ન હોવાથી પરીક્ષાઓ જારી રાખવામાં આવી છે.

બીજી તરફ જૂનના ચોથા સપ્તાહના પહેલા દિવસે સોમવારે સવારે નોકરી, ધંધો, રોજગાર પર જવા નીકળેલા લોકો ભારે વરસાદને કારણે મોટી પરેશાનમાં મૂકાય ગયા હતા. શહેરના લગભગ તમામ રોડ પર ટ્રાફિક જામ અને સાથે જલ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. છત્રી લઇને નીકળેલા લોકો કે પછી રેઇનકોટ પહેરીને નીકળેલા લોકો પણ સંપૂર્ણપણે ભીંજાઇ ગયા હતા તેટલું જોર વરસાદનું હતું.

Umarwada Jawaharnagar

સવારે સાડા દસ વાગ્યાથી વરસાદનું જોર વધ્યું હતું અને બેંકોથી લઇને સરકારી કચેરીઓ પર જવા નીકળેલા લોકો ક્યાંતો ભીંજાઇ ગયા હતા ક્યાંતો જ્યાં શેલ્ટર મળ્યું ત્યાં રોકાઇ ગયા હતા. નોકરી, ધંધાના સ્થળે આજે ભારે વરસાદને પગલે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. મેઇન્ટેનન્સ સર્વિસિંગના ધંધા સાથે જોડાયેલા લોકોના કામકાજને ઘેરી અસર પહોંચી હોવાની માહિતી લોકોએ સી.આઇ.એ. લાઇવને કોલ કરીને આપી હતી.

Sarthana Jakatnaka

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ રાજ્યના તમામ ઝોનમાં વરસાદ પડી ચૂક્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવમાન વિભાગે આજે સોમવારે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Surat Adajan Patia Video

ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ અતિભારે વરસાદની આગાહી કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :