રાજ્યની 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે

Share On :

સમગ્ર રાજ્યની તમામ ગ્રામ પંચાયતો મળીને 8560 સરપંચ, 53 હજાર સભ્યો માટે આજે તા.19મી ઓક્ટોબર 2021ના રોજ સવારે 7 કલાકથી શરૂ થયું મતદાન

આજે રવિવાર તા.19મી ડિસેમ્બર 2021ની સવારે 7 કલાકે ગુજરાતમાં આવેલી 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે મતદાન શરૂ થયું છે. આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની રાજ્યવ્યાપી ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 27200 ઉમેદવારો અને 53,507 સભ્યોની બેઠક માટે 119998 ઉમેદવાર મેદાનમાં છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે તમામ જિલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કોરોનાની ચૂસ્ત ગાઈડલાઈન અમલની તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે સૌથી મહત્વની ગણાતી સ્થાનિક અને ગ્રામ્ય સ્તરની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની ચિહ્નનો ઉપયોગ કર્યા વગર પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા તમામ પ્રયાસ કર્ છે. આ ચૂંટણીમાં પહેલી વખત મોટી ચૂંટણીની જેમ અનેક ગામોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારોએ પરંપરાગત પ્રયોગો સાથે વિવિધ પ્રકારની ગિફ્ટની વહેંચણી કરીને સ્પર્ધાનું તત્વું ઉમેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચે ગયા મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો-વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ સિવાય 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ થઈ હતી. એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા, જ્યારે 2651 ગ્રામ પંચાયત, 65 સરપંચ અને 3155 સભ્યની જગ્યા માટે રાજકીય પક્ષો વચ્ચે બળાબળનાં પારખાં થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :