CIA ALERT

આજ(2/9/21)થી India Vs England ચોથો Cricket ટેસ્ટ

Share On :

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા.ર સપ્ટે.ને ગુરુવારે બપોરે 3:30 કલાક (ભારતીય સમય મુજબ) થી લંડનના ઓવલમાં ચોથો ટેસ્ટ મેચ રમાશે. બન્ને ટીમ એકબીજા પર સરસાઈ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. લીડ્સમાં ઘોર પરાજય બાદ ટીમ ઇન્ડિયા પ્રદર્શન સુધારવા પ્લેઇંગ ઇલેવનમાં 3 મહત્ત્વના બદલાવ કરી શકે છે.

પ ટેસ્ટની શ્રેણીમાં પહેલો ટેસ્ટ ડ્રો ગયા બાદ ભારતે લોર્ડસ ટેસ્ટ જીતી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે જોરદાર પુનરાગમન કરતાં શ્રેણી 1-1થી સરભર કરી છે. ઓવલમાં બન્ને ટીમ લીડ મેળવવાના દબાણ હેઠળ રહેશે. ભારત માટે મુખ્ય સમસ્યા આઉટ ઓફ ફોર્મ મીડલ ઓર્ડરની છે. રવીન્દ્ર જાડેજા ઈજાથી ઉભર્યો નહીં હોય તો તેનાં સ્થાને સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. લાંબા સમયથી ફલોપ રહેલા ઉપકપ્તાન અજિંક્ય રહાણેને ચોથા ટેસ્ટમાં ટીમમાંથી બહાર બેસાડવામાં આવી શકે છે.

ચેતેશ્વર પુજારાના ખભ્ભા પર મહત્ત્વની જવાબદારી રહેશે. રહાણેને બહાર કરાયો તો સૂર્યકુમાર યાદવ જેવા આક્રમક ખેલાડી અથવા હનુમા વિહારી જેવા પારંપરિક ખેલાડીને મીડલ ઓર્ડર મજબૂત કરવા તક આપવામાં આવી શકે છે. વિહારી બેટિંગ સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે. ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને શાર્દુલ ઠાકુરના સમાવેશની સંભાવના છે. વધારાના બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા પૂર્વ સિનિયર ખેલાડીઓની સલાહને અવગણી કોહલી પ સ્પેશિયલ બોલરો સાથે ઉતરવા મક્કમ રહ્યો છે.

સંભવિત ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મો.શમી, જસપ્રીત બુમરાહ, મો.સિરાજ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :