સુરતમાં Remdesivir ઈન્જેક્શન Blackમાં વેચનાર ડોક્ટર સહિત 4 ઝડપાયા

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રામબાણ ઈલાજ સમાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાવા પામી હતી. આ આફતને પણ અવસરમાં તબ્દીલ કરનાર સુરત શહેરની વધુ એક ટોળકીને શહેર પોલીસે રંગે હાથ ઝડપી લીધી છે. પોલીસે ઈન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટર સહિત ચાર જણાને ઝડપી પાડી ત્રણ ઈન્જેક્શનના બોક્ષ જપ્ત કર્યા હતા. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.
સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ એસ.જે.ભાટિયાએ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી એક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.

જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક એન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


