19/4/21 : India Corona Upates : ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૮૬.૬૨ ટકા થઇ હતી.
દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા દરદી નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઇ હોવાની અને સક્રિય કેસની સંખ્યા ૧૮ લાખથી વધી હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.
ગત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા ૧૮ લાખથી વધીને ૧૮,૦૧,૩૧૬ની સપાટીએ પહોંચી હતી, જે કુલ કેસના ૧૨.૧૮ ટકા થાય છે.
ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૧૫૦૧ દરદીનાં મોત થયાં હતાં અને મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૭૭,૧૫૦ થઇ હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. કોરોનાને લીધે મરનાર કુલ દરદીની ટકાવારી ઘટીને ૧.૨૦ ટકા પર પહોંચી હતી. ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૨૦ લાખથી વધી હતી, ૨૩ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૩૦ લાખથી વધી હતી, પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૪૦ લાખથી વધી હતી, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૫૦ લાખથી વધી હતી, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૬૦ લાખથી વધી હતી, ૧૧ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે ૭૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબરના દિવસે ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બર ૨૦૨૦માં ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે એક કરોડનો આંક પાર થયો હતો.
આઇએમસીઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૬,૬૫,૩૮,૪૧૬ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા અને એમાંથી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૫,૬૬,૩૯૪ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા.
દેશમાં કોરોનાને કારણે રવિવારે મરનાર કુલ ૧૫૦૧ દરદીમાંથી સૌથી વધુ ૪૧૯ દરદી મહારાષ્ટ્રનાં, ત્યાર બાદ છત્તીસગઢનાં ૧૫૮ દરદીનાં, ઉત્તર પ્રદેશનાં ૧૨૦ દરદીનાં, પંજાબના ૬૨ દરદીનાં, કર્ણાટકનાં ૮૦ દરદીનાં અને ગુજરાતનાં ૯૭ દરદીનાં મોત થયાં હતાં.
18/4/21 : India Corona Upates : 2.60 લાખ નવા કેસ
શનિવારે ભારતમાં કોરોનાના વધુ 2,60,810 નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે નોંધાયેલા 2.34 લાખ કેસ કરતા 11.5%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. આટલો મોટો ઉછાળો દેશમાં પહેલીવાર નોંધાયો છે.
રોજ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યોછે. 2 ઓક્ટોબરના રોજ મૃત્યુઆંક 1000ને પાર કર્યા હતા, હવે તે આંકડો વધુ 1,493ના મોત સાથે 1500ની નજીક પહોંચ્યો છે. શુક્રવારે પહેલીવાર મૃત્યુઆંક 1300ને પાર ગયો હતો.
જોકે રાહતની વાત એ છે કે પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક નોંધાતા હતા તેના કરતા આ વખતે કુલ કેસની સામે મૃત્યુની ટકાવારી નીચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક વધી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં આ ટકાવારીમાં ઉછાળો નોંધાશે તેવી આશંકા છે.
19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં એક દિવસના સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર 67,123 કેસ સાથે ટોપ પર છે, આ પછી દિલ્હીમાં શુક્રવારે 19,486 કેસ બાદ શનિવારે 24,375 કેસ નોંધાયા છે.
આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો તેમાં કર્ણાટકા (17,489), છત્તીસગઢ (16,083), કેરળ (13,835), મધ્યપ્રદેશ (11,269), ગુજરાત (9,541), તામિલનાડુ (9,344), રાજસ્થાન (9,046), બિહાર (7,870), હરિયાણા (7,717), પશ્ચિમ બંગાળ (7,713), પંજાબ (4,498), તેલંગાણા (4,446), ઉત્તરાખંડ (2,757), હિમાચલપ્રદેશ (1,392), પોંડિચેરી (715), લદ્દાખ (245) અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણ (158)નો સમાવેશ થાય છે.
ભારતમાં જે રીતે કોરોનાના કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એમ્બ્યુલન્સ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, સ્મશાન માટે વગેરે લાઈનો હવે લોકોને હચમચાવી રહી છે.
મહારાષ્ટ્રમાં 2 ઓક્ટોબર (424) પછી 24 કલાકમાં કોરોનાના કારણે 419 લોકોનો જીવ ગયો છે. દિલ્હીમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે છત્તીસગઢમાં 158 અને ઉત્તરપ્રદેશમાં 120ના કોરોનાના કારણે એક જ દિવસમાં મોત થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


