આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે
દેશમાં વધતા કરોના કહેરથી પ્રભાવિત અર્થ વ્યવસ્થા અને તમામ અન્ય સેક્ટર માટે દિલ્હીથી એક સારા સમચારા આવ્યા છે. શુક્રવારે હવામાન વિભાગે વર્ષ 2021 માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ 103 ટકા જેટલો સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આઇએમડીએ આ વર્ષે તેની આગાહીને વધુ સચોટ બનાવવા માટે ખૂબ જ અદ્યતન અને વ્યાપક પ્રણાલી અપનાવી છે, જેમાં વિવિધ વપરાશકર્તાઓ અને સરકારી ઓથોરિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી ગતિવિધિઓની યોજનાને ધ્યાને રાખી કરવામાં આવતી માંગને આધારે સિઝનલ વરસાદના ક્ષેત્રીય વરસાદ પૂર્વાનુમાન સાથે વરસાદના સ્થાનિક વિતરણના પૂર્વાનુમાનને પણ દર્શાવવામાં આવ્યું છે.
આ અંગે વાત કરતા હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ એમ. મોહપાત્રાએ કહ્યું કે, ‘મલ્ટિ-મોડેલ એન્સેમ્બલ (એમએમઇ)’ એ સાર્વત્રિક રૂપે સ્વીકૃત ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ એક જ મોડેલ આધારિત અભિગમની તુલનામાં આગાહીની કુશળતા સુધારવા અને આગાહીની ભૂલોને ઘટાડવા માટે થાય છે. પ્રભાવ સુધારણા સંપૂર્ણપણે એમએમઇ આગાહી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તમામ મોડેલોની સામૂહિક માહિતીને આભારી છે. પ્રથમ તબક્કાની આગાહી માટે, હાલની આંકડાકીય આગાહી સિસ્ટમ અને નવી એમએમઈ આધારિત આગાહી સિસ્ટમનો ઉપયોગ કરીને આગાહી કરવામાં આવે છે.’
‘સામાન્ય’ વરસાદની આગાહી એ ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર અને એકંદર માંગમાં વધારો થતા સમગ્ર દેશના અર્થતંત્રને ગતી આપે છે. ‘સામાન્ય’ વરસાદનો અર્થ એ છે કે ખરીફ પાક (ડાંગર, કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજ) ની સારી વાવણી અને આગામી પાકની સીઝન માટે દેશભરના મુખ્ય જળસંગ્રહોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ. સારા પાણીનો સંગ્રહ રવી પાક (શિયાળુ વાવેતર) પાકને પણ મદદ કરે છે, જે ખેતી માટે આખા વર્ષને બમ્પર આઉટપુટમાં ફેરવે છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ વરસાદના લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવને આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.
હવામાન વિભાગ (IMD) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા (Odisha), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), છત્તીસગઢ (Chhattisgarh), પૂર્વ ઉત્તર પ્રદેશ (Eastern Uttar Pradesh) અને આસામ (Assam)માં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.
બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


