MI vs RCB: વિરાટ વિજય શરૂઆત

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝન ની આજથી ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે યોજાયેલ પ્રથમ મેચ રોમાંચક રહી હતી.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ચેન્નઈના એમ. ચિદમ્બરમબ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે 160 રનના લક્ષ્યને 20 ઓવરમાં 8 વિકેટ આપીને હાંસલ કર્યું હતું. મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી.
ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમે 20 ઓવરમાં મુંબઈની 8 વીકેટ ઝડપી હતી. મુંબઈએ 159 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ લિને 49, સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બૅન્ગલોર માટે હર્ષલ પટેલે 5 વિકેટ, જ્યારે કાયલ જેમિસન અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
160 રનનો પીછો કરતા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ આપીને મેચ જીતી હતી. બૅન્ગલોરને જીત અપાવવા માટે એબી ડિવિલિયર્સે 48, ગ્લેન મેક્સવેલે 39 અને વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને માર્કો જાનસેને 2-2 વિકેટ અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ લીધી હતી.
આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11માં રોહિત શર્મા (કેપ્ટન), ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસેન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ હતો.
જયારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની પ્લેઈંગ 11માં વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ મોહમ્મદ સિરાજ અને યૂઝવેન્દ્ર ચહલનો સમાવેશ હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
