વુમન્સ ડે : સુરતના મહિલા પોલીસ કર્મચારીઓનું વિશેષ સન્માન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરોઅવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે, કોવિડ-19 મહામારી સામેના લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા (જેમોલોજી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાની સ્વતંત્ર સબસિડિયરી); જેમ & જવેલરી નેશનલ રિલીફ ફોઉંડેશન (જી.જે.એન.આર.એફ.) એ શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરનું મહિલા સશક્તિકરણ અભિયાન – ‘રાજ ઉપહાર’ના ગિફ્ટ પેકેટ્સથી બિરદાવવામાં આવી હતી.
સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત ૬થી માર્ચના દિવસે કરવામાં આવી હતી.
મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવતાં આ ગિફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ’રાજ ઉપહાર’માં કામ કરતી સેંકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે!




આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


