એક સૌરાષ્ટ્રીયન સુરતીની ફાઇટ : ટોરન્ટ પાવરના વીજબિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો : લાભ સુરત-અમદાવાદ-ગાંધીનગરના લાખો ગ્રાહકોને
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એક જાગૃત નાગરિક હક-અધિકારની લડાઇ લડે તો એ ભલભલા સિંહાસનોને ડોલાવી શકે, ઇતિહાસ ગવાહ છે એવું નથી કહેતો પણ આવો જાગૃત નાગરિક હાજરાહજૂર છે. એક સુરતી (કાઢીયાવાડી) એ ટોરન્ટ પાવર સામે એકલા હાથે લડીને વીજ બિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો છે. આ લડતનો હકદાર કોઇ સંસ્થા, ટ્રસ્ટ કે રાજકીય પાર્ટી નથી પણ એકલો વ્યક્તિ છે અને એ સુરતીનું નામ છે મન્સુખભાઇ નાનજીભાઇ ખતરી (ખોરાસીયા). મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇએ ટોરન્ટ કંપની સામે ગુજરાત ઇલેક્ટ્રીક રેગ્યુલેટરી કમિશનમાં અરજી કરી હતી અને જીઇઆરસીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને ગુજરાતના ટોરન્ટ પાવર કંપનીના લાખો ગ્રાહકોના વીજ બિલમાં 14 પૈસાની રાહત આપવી પડી છે.
લડાઇ લડવા ટોળાની જરૂર જ નથી, એક વ્યક્તિ કાફી છે એ પુરવાર કરી આપ્યું છે મનસુખભાઇ ખોરાસીયાએ

સમગ્ર હકીકત અંગે મનુસખભાઇ નાનજીભાઇ ખતરીએ સી.આઇ.એ. લાઇવને આપેલી માહિતી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરે સી.એન.જી. (ગેસ)ના દરોમાં ઘટાડો થતા ગુજરાત સરકારે પણ ગેસના દરોમાં ઘટાડો કર્યો હતો. સુરતના મનસુખભાઇએ આ બાબતને આધારસ્તંભ બનાવીને ટોરન્ટ પાવર કંપનીને અરજી કરી હતી કે આંતર રાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવો ઘટ્યા છે અને ટોરન્ટ કંપનીના બધા જ પાવર જનરેશન પ્લાન્ટ ગેસ બેઝ છે, આવી સ્થિતિમાં ગેસના ઘટેલા ભાવોનો લાભ ટોરન્ટ પાવર કંપનીના દરેક ગ્રાહકોને આપવો જોઇએ.
મનસુખભાઇએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge માં કુલ 21 પૈસાનો ઘટાડો કરીને તેનો સીધો લાભ સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતેના ટોરન્ટ કંપનીના લાખો કસ્ટમર્સને આપવો જોઇએ. આ અંગે આધારભૂત પુરાવાઓ સાથે ટોરન્ટ કંપનીને રજૂઆત કરી હતી.
પરંતુ, મનસુખભાઇના કહેવા મુજબ ટોરન્ટ કંપનીએ તેમની રજૂઆતોનો એકાદ મહિના સુધી કોઇ જ રિસ્પોન્સ કે રિપ્લાય નહીં આપતા મનસુખભાઇ ખતરીએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ મામલો દર્જ કરાવીને ત્યાં પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.
આંતર રાષ્ટ્રીય સ્તરે જ્યારે ગેસના ભાવો ઘટ્યો છે, ગુજરાત સરકારે પણ ગેસના ઘટેલા ભાવોને પગલે Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge ઘટાડ્યા હોય તો ટોરન્ટ પાવરે ગેસ ઘટાડાનો લાભ કસ્ટમર્સને કેમ નહીં આપવો જોઇએ આ પ્રશ્ને જીઈઆરસીના અધિકારીઓએ પણ મનસુખભાઇની અરજી ગ્રાહ્ય રાખીને ટોરન્ટ કંપનીને Fuel Power Purchase Price Adjustment. The FPPPA chargeમાં મનસુખભાઇની 21 પૈસાના ઘટાડાની માગણી નહીં પણ 14 પૈસા ઘટાડાની માગણીને ગ્રાહ્ય રાખવો સૂચના આપી છે.
ટોરન્ટના બિલમાં આ રીતે અસર જોવા મળશે
સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતે ટોરન્ટ પાવર કંપનીના કસ્ટમર્સને ફેબ્રુઆરી 2021 માસના બિલમાં Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge રૂ.1.97 પૈસા લખાઇને આવશે. જે ગત મહિના બિલ સુધી રૂ.2.11 પૈસા હતો. આમ, મનસુખભાઇની લડતને કારણે ટોરન્ટ કંપનીના હજારો કસ્ટમર્સને તેમના ઇલેક્ટ્રીક બિલમાં 14 પૈસીનો ઘટાડાનો લાભ મળશે.
Advertisement

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
