CIA ALERT

Learn Yoga Online with Vaishali Gala : ઓનલાઇન યોગા શીખો વૈશાલી ગાલા સાથે

Share On :

હાલમાં સમગ્ર વિશ્વમાં કોવીડ-19 પેન્ડેમિક અને લૉકડાઉન જેવા સમયગાળામાં માનવજીવનને સૌથી વધુ જરૂર જેની જણાય છે એ રોગપ્રતિકારક શક્તિ, મેન્ટલ હેલ્થની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમેતની સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ કહી રહ્યા છે કે હાલના સમયમાં યોગ કરવા એ સૌથી શ્રેષ્ઠ છે. ભારતે સમગ્ર વિશ્વને યોગા દિનની ભેંટ આપી છે. પરંતુ, ભારતમાં અનેક લોકો હજુ યોગા અંગે જાણતા નથી. યોગ, આસન, ધ્યાન વગેરે કેવી રીતે કરવું, તેના શું પરીણામ મળી શકે એ બાબતથી અજાણ છે. આવી સ્થિતિમાં સુરતના મહિલા આગેવાન વૈશાલી ગાલાએ ઓનલાઇન યોગા ક્લાસીસનો આરંભ કર્યો છે. વૈશાલી ગાલાના ઓનલાઇન યોગ ક્લાસીસ એવા લોકો માટે અત્યંત ઉપયોગી છે, જેમણે હજુ સુધી યોગાનો આરંભ કર્યો નથી, અથવા તેના વિશે કશું જાણતા નથી અથવા જેઓ આરંભ કરવા માગે છે.

શું તમે તમારો પરિવાર યોગા નથી કરતા? યોગામાં બિગીનર છો? વૈશાલી ગાલા તમને હેલ્પ કરશે

યોગ, મેડીટેશન, પ્રાણાયામ વગેરે અંગે સુરતના વૈશાલી ગાલાએ CiA Live પર તેમના વિચારો આ રીતે રજૂ કર્યા છે

યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને બદલે તેના મય થઈ જાવ છો. યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા.

આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગાસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. અમારો સંકલ્પ છે કે તમને “યોગ-જીવનનો ઍક રાહ” શોધવામાં મદદ કરવી.પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે. યોગના આ બે સિદ્ધાંતોનું જોડાણ શરીર અને મનની શુદ્ધતા અને શિસ્તબદ્ધતા માટેનુ શ્રેષ્ઠ સ્વરુપ છે. પ્રાણાયમની પ્રક્રિયા આપણને ગહન ધ્યાનના અનુભવ માટે પણ તૈયાર કરે છે.

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો.

પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો. 

જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. 

યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે. 

આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી. 

શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાંગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે. 

આ આઠ અંગો છે –

  1. યમ
  2. નિયમ
  3. આસન
  4. પ્રાણાયમ
  5. પ્રત્યાહાર
  6. ધારણા
  7. ધ્યાન
  8. સમાધિ.

ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :