CIA ALERT

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત : ગુજરાત સાથે નહીં ટકરાય નિસર્ગ વાવાઝોડું

Share On :

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.

હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત

મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું

તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન

સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે

Reported on 1st JUNE 2020

Symbolic Photo

2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.

IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.

તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :