CIA ALERT

21/4 11am : ગુજરાત-2066 : કોરોના મુક્ત હતા એ નવસારી-વલસાડમાં પણ કેસો મળ્યા

Share On :

સોમવારે અમદાવાદના એક સાથે 20 રીકવર : સોસાયટી પ્રમુખો, ગામના સરપંચોને પણ સભ્યોની હેલ્થ પર દેખરેખ રાખવા અપીલ

રાજ્યમાં કોવીડ-19ના વધુને વધુ કેસો મળી રહ્યા છે અને ચિંતાજનક વાત એ પણ છે કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. અત્યાર સુધી કોરોના મુક્ત જિલ્લા તરીકે ગણના થતી હતી એ નવસારી અને વલસાડમાં પણ આજે કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

તા.21મી એપ્રિલે સવારે 11 વાગ્યે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધીને 2088 થઇ છે. સૂરતમાં કેસો વધીને કુલ 338 પર પહોંચી ગયા છે.

સૂરતમાં 338 કેસો થયા

જયંતિ રવિએ ખાસ જણાવ્યું હતું કે શહેરોમાં સોસાયયટીઓ, એપાર્ટમેન્ટસના પ્રમુખો, ગામમાં સરપંચોએ પોતાના રહેવાસી સભ્યોની દેખરેખ રાખતા રહેવું જોઇએ અને શરદી, ખાંસી, તાવ જો કોઇને જણાય તો નજીકના કોવીડ સેન્ટર ખાતે તપાસ કરાવવી જોઇએ જેથી બનતી ત્વરાએ નક્કી કરી શકાય કે જે તે સભ્ય કોરોના પોઝીટીવ છે કે નહીં. આ પ્રકારે કોરોનાને કાબૂમાં મેળવી શકાશે.

ગઇ કાલ તા.20મી એપ્રિલને સોમવારે એક જ દિવસમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. એક દિવસમાં કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ હોય તેવું અમદાવાદમાં પહેલીવાર બન્યું છે.

સોમવારે રાત સુધીની સ્થિતિ

તા.20મી એપ્રિલને સોમવારે રાત્રે 8 કલાકની ગુજરાતની સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 1939 પોઝિટિવ દર્દીઓ થયા છે. આ પૈકી 131 લોકો સારવાર લઈને ઘરે પરત ફરી ચૂક્યા છે, ક્રિટીકલ હેલ્થ ધરાવતા 19 લોકો વેન્ટિલેટર પર છે અને 1718ની સ્થિતિ સ્ટેબલ છે.

તા.20મીએ રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 4212 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 196 કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં કુલ 20199 તેમજ સરકારી ક્વોરન્ટીનમાં 3303 અને 247 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Reported on 20 April 2020

26 દિવસના લૉકડાઉન પછી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપારીક ગતિવિધી આંશિક શરૂ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1743એ પહોંચી છે. જેમાં 14 વેન્ટિલેટર પર છે જ્યારે 1561ની તબિયત સ્થિર છે. રાજ્યભરમાં કોરોનાના કારણે કુલ 63 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રવિવારે નોંધાયેલા કુલ કેસ પૈકી 239 કેસ એટલે કે 65 ટકા કોરોના પોઝિટિવ કેસ એકલા અમદાવાદમાંથી સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાતનું સુરત બીજા નંબરનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી રવિવારે 89 કેસ સામે આવ્યા છે. જે બાદ વડોદરા 22 કેસ સાથે ત્રીજા નંબરે છે. આ સાથે જ અમદવાદમાં અત્યાર સુધીમાં કુલ 1101 કેસ, સુરતમાં 242 અને વડોદરામાં કુલ કેસનો આંકડો 180 પર પહોંચ્યો છે.

કોરોના પોઝીટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં પહેલો કેસ જાહેર કરવામાં પાછળ રહ્યું હતું, પરંતુ, બાદમાં હવે પરિસ્થિતિ એક મહિનામાં બદલાઇ ગઇ છે અને ગુજરાત તા.20મી એપ્રિલ 2020ના રોજ પોઝીટીવ કેસોની સરખામણીમાં દેશના ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. રવિવારે એક જ દિવસમાં ગુજરાતમાં 367 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલ એક દિવસના કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1743 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસો છે અને ગુજરાતમાં પણ 75 ટકાથી વધુ કેસો એકલા અમદાવાદ અને સૂરતમાં છે.

ગ્રીન ઝોનમાં આજથી શું શું શરૂ થશે જાણો અહીં

કઈ સેવાઓની આપવામાં આવી છે છૂટ?

  • આયુષ સહિત દરેક સ્વાસ્થ્ય સુવિધાઓ
  • પસંદગીની કોમર્શિયલ અને પ્રાઈવેટ સંસ્થા
  • અનિવાર્ય વસ્તુઓની આપૂર્તિ
  • 50% સુધીની ક્ષમતા સાથે IT અને IT આધારિત સેવાઓ
  • ગ્રામીણ વિસ્તારમાં રહેલા ઉદ્યોગો
  • સમયના પ્રતિબંધ વગર જ કરિયાણાની દુકાનો
  • બ્રોડકાસ્ટિંગ, DTH અને કેબલ સર્વિસ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈલેક્ટ્રીશ્યિન, IT રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક અને સુથાર વગેરેની સેવાઓ
  • રેક કૃષિ અને બગીચાની ગતિવિધિઓ
  • માછલી પકડવાનો વ્યવસાય, એક્વાકલ્ચર ઈન્ડસ્ટ્રી
  • વધારામાં વધારે 50% મજૂર સાથે ચા, કોફી અને રબર જેવા કામ
  • પશુપાલન  
  • બેંક જેવી નાણાકિય સંસ્થા
  • સામાજિક ક્ષેત્ર
  • MNREGAના કામ
  • સાર્વજનિક ઉપયોગની સેવાઓ
  • રાજ્યની અંદર અને બહાર સામાનની દુકાનો
  • સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રના પસંદગીના ઉદ્યોગ/ઔદ્યોગિક સંસ્થા
  • કન્સ્ટ્રક્શનના કામ
  • મેડિકલ, પશુ ચિકિત્સા અને અનિવાર્ય વસ્તુઓ સહિત ઈમરજન્સી સેવાઓ માટે પ્રાઈવેટ વાહન
  • છૂટની શ્રેણી હેઠળ આવતા લોકોને કાર્યસ્થળ પર જવાની અનુમતિ
  • કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી કાર્યાલય

ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઉદ્યોગ ધંધા શરૂ થયા

ગુજરાતમાં આજે તા.20મી એપ્રિલ 2020ને સોમવારે શહેરી વિસ્તારોની બહાર આવેલા અને ઓર્ગેનાઇઝ સેક્ટરના ઉદ્યોગ ધંધાઓ આંશિક રીતે શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો અને ખેતમજૂરો કામ પર નીકળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે એવું મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ.

આજે સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના સચિવાલયના કર્મચારીઓએ પણ આંશિક રીતે કામકાજ શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, ફક્ત સ્થાનિક કર્મચારીઓ આજે સચિવાલય આવ્યા હતા જ્યારે અમદાવાદથી ગાંધીનગર બોલાવવામાં આવ્યા નથી.

શ્રમિકોની ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. ૬ કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે. આ નિયમ ૧૮ એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેઠળ ૬૬ લાખ કાર્ડધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. ૧૦૦૦ જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય અંતર્ગત ૨૦ એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થશે.

કચ્છમાં લોકડાઉનમાં લગ્નને લીલીઝંડી: ૨૦થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે

કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને ધીમો કરવા અપાયેલા દેશવ્યાપી લોકડાઉન પાર્ટ ટૂમાં વેપાર-ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે ત્યારે હવે જિલ્લા સમાહર્તાએ લગ્ન માટે પણ શરતી મંજૂરી આપી છે.

કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.એ તમામ તાલુકા મામલતદારોને લગ્નની મંજૂરી આપવા અંગેની સૂચના આપતો પરિપત્ર મોકલ્યો હતો જેના પ્રમાણે તાલુકા મામલતદારો લગ્નને મંજૂરી આપી શકશે. જોકે, લગ્નપ્રસંગે વીસથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ક્ધટેઈન્મેન્ટ કે હોટસ્પોટ તરીકે જાહેર થયેલાં વિસ્તારોમાં લગ્ન યોજાઈ નહીં શકે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ લગ્નપ્રસંગમાં ભાગ લઈ નહીં શકે. આ શરતોનું પાલન કરવા તત્પરતા દર્શાવનારાં લોકોને મામલતદારો મંજૂરી પાસ મંજૂર કરશે.

ગ્રીન ઝોનમાં આજથી કેટલીક છૂટછાટો

ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી કેટલીક છૂટો આપવામાં આવશે, પણ હોટસ્પોટવાળા વિસ્તારોમાં સખત પ્રતિબંધો કાયમ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે ૨૦મી એપ્રિલથી કેટલાક ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે અને એ પ્રમાણે રવિવારની મધ્યરાત્રીથી જે ઝોનમાં કોરોના વાઇરસ ફેલાયો નથી એ માટે અમુક સેવાઓ અને ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર ‘જાન ભી જહાન ભી’ સૂત્રને સફળ બનાવવા માટે ગ્રામિણ વિસ્તારોમાં કૃષિ અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવામાં આવશે.

જોકે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉન દરમિયાન જાહેર કરવામાં આવેલા નિર્દેશો અને પ્રતિબંધોનું સખતાઇથી પાલન કરવું પડશે.

૨૦મી એપ્રિલથી જે પ્રવૃત્તિઓ, ક્ષેત્રો અને વિસ્તારોને ખાસ સવલત આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ સિવાયની સિનેમા હૉલ, મૉલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, મનોરંજન માટેના પાર્કો, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક મેળાવડા અને કાર્યક્રમો વગેરે જેવી બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો ૩જી મે સુધી યથાવત રહેશે અને સ્વાસ્થ્ય સેવાઓ અને જીવનજરૂરિયાતની વસ્તુઓને લગતી સેવાઓ ઇત્યાદિ ચાલું રહેશે.

મજૂરોને એક રાજ્યમાંથી બીજામાં જવાની મંજૂરી નહિ મળે

કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાદેલા લોકડાઉનમાં ૨૦ એપ્રિલથી થોડી છૂટછાટ આપવાની અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ શ્રમ મંત્રાલયે આ સંબંધમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અટવાઇ ગયેલા શ્રમિકો (મજૂરો)ને માત્ર રાજ્યમાં કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ કોવિડ-૧૯ના રોગચાળાથી અસરગ્રસ્ત નહિ હોય એવા વિસ્તારોમાં ૨૦ એપ્રિલથી ચોક્કસ નિયમને આધીન રહીને અવરજવર કરવા દેવાશે. આમ છતાં, તેઓ એક રાજ્યમાંથી બીજામાં જઇ નહિ શકે.

ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉન છે ત્યાં સુધી એટલે કે ૩ એપ્રિલ સુધી શ્રમિકોને એક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી અપાય તો રોગચાળો વધુ ફેલાઇ શકે છે અને તેથી તેઓને નિયમને આધીન રહીને માત્ર રાજ્યમાં જ અવરજવર કરવાની પરવાનગી અપાશે.

India Update on 20 April 2020 at 10am

  • Cases : 17,265
  • Deaths : 543
  • Recovered : 2,547
  • Active Cases : 14,175

India Statwise cases 20 April at 10 am

StateCaseDeathRecover
MH4203223507
DL20034572
GJ174363105
RJ147814183
TN147715411
MP140770127
UP108417108
TG84418186
AP6461542
KL4023270
KA39016111
JK350556
WB3391266
HR233387
PB2191631
BR93242
OR68124
UK44011
JH4220
HP39116
CG36025
AS35117
CH26013
Leh18014
AN15011
ML1110
PY703
GA707
MN201
TR201
MZ100
AR100
NL000
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :