CIA ALERT

19/4/20 @ 11 : ગુજ-1604 : અમદા.-1002 : બરોડા-166 : સૂરત-220 : રાજ્યમાં નવા 228 કેસ

Share On :

ગુજરાતમાં મળી રહેલા કેસોમાં લક્ષણો દેખાતા નથી, ટેસ્ટીંગમાં કેસો મળ્યા : આરોગ્ય સચિવ

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવી એ તા.19મી એપ્રિલના રોજ ડેઇલી બ્રિફીંગમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં મળી રહેલા પોઝીટીવ કેસો પૈકી 80 ટકા કેસોમાં કોઇ લક્ષણો નહી હોય તેવા દર્દીઓ મળી આવ્યા છે. ગુજરાતમાં તા.19મી એપ્રિલે સવારે 10 વાગ્યે નવા વધુ 228 કેસો મળ્યા હતા. જેમાંથી 189 કેસ એકલા અમદાવાદના હોવાનું જાણવા મળે છે.

તા.19મી એપ્રિલે નવા કેસોની સ્થિતિ

તા.19મી એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની સ્થિતિ

સૂરતમાં પાલનપુર પાટીયા, લિંબાયત, સલાબતપુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, સરથાણા, ઉમરવાડા ખાતે કેસો મળી આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોના બેકાબુ બનીને બહાર આવી રહ્યો છે. એકલા અમદાવાદના મધ્યઝોન અને દક્ષિણ ઝોનમાં કોરોનાના દર્દીઓ વધતા જ જઈ રહ્યાં છે. અનેક વિસ્તારમાં કર્ફ્યૂ હોવા છતાં પણ શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં માત્ર અમદાવાદમાં જ 96 દર્દીઓ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 800 પાર થઈ હતી. ઉપરાંત કોરોનાનો પ્રકોપ વધતાં શનિવાર તા.18મી એપ્રિલે ગુજરાતમાં વધુ પાંચના મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 53 થયો છે. તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1376 નોંધાઇ હતી.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં કુલ 1376 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 1220 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 10 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 16925 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ સિવાય ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

શહેરી વિસ્તારમાં ઉદ્યોગોને કાર્યરત કરવા માટે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે, આ અંગેનો નિર્ણય પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ કરવામાં આવશે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

શહેરી વિસ્તારમાં બાંધકામ સાઇટ અંગે

શહેરી વિસ્તારમાં જ્યાં-જ્યાં બાંધકામ પ્રોજેક્ટ્સનું કામ ચાલે છે ત્યાં પણ કામદારો અને શ્રમિકોને પ્રોજેક્ટ ચાલુ હોય તે સ્થળે જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે તો જ ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામામાં દર્શાવ્યા મુજબની વ્યવસ્થાઓ પણ કરવાની રહેશે.

ગુજરાતમાં પ્લાઝમા ટ્રાન્સમિશનની મંજૂરી મળી

ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓની પ્લાઝમા ટ્રાન્સમિશન દ્વારા સારવાર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી હતી. કેન્દ્ર દ્વારા આ અંગેની મંજૂરી આપી દેવાઈ હોવાનું જણાવતા આરોગ્ય ખાતાના અગ્રસચિવે જણાવ્યું હતું કે સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં આજની ટ્રીટમેન્ટની શરુઆત કરી દેવામાં આવી છે. શનિવારે કોરોનામાંથી રિકવર થઇ ગયેલી એક મહિલા દર્દીનું બ્લેડ મેળવાયું હતું.

દર્દી મંજૂરી આપશે તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ અપાશે

હાલ કોરોનાના દર્દીઓની એલોપથીથી સારવાર કરાય છે. જો દર્દી મંજૂરી આપશે તો તેની આયુર્વેદિક સારવાર પણ કરાશે તેવી માહિતી આપતા જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોવા, કેરળ અને હરિયાણામાં આ અંગે પ્રયાસો શરુ કરાયા છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં કામ કરવાનું શરુ કર્યું છે. જામનગર આયુર્વેદ યુનિ.ને સાથે રાખી તેનો પ્રોટોકોલ તૈયાર કરાઈ રહ્યો છે, અને જો દર્દી સહમતિ આપે તો આયુર્વેદિક પદ્ધતિથી તેનો ઉપચાર કરાશે.

સોમવારથી ગુજરાતમાં ક્યાં ઔદ્યોગિક પ્રવૃતિઓ શરૂ થઇ શકશે

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાત રાજ્યમાં તારીખ 20 એપ્રિલ એટલે કે આગામી સોમવારથી નગરપાલિકા તથા મહાનગરપાલિકાના હદ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારમાં ઔધોગિક એકમો શરૂ કરી શકાશે. આ સાથે જ એવી સૂચના પણ આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોની રહેવાની વ્યવસ્થા ફેક્ટરીના પ્રીમાઈસિસમાં જ કરવી અને બને તેટલી ઓછી અવરજવર કરવી તેની તકેદારી પણ રાખવાની રહેશે.

ગુજરાતમાં ૨૦મીથી સરકારી કચેરીઓ ખૂલશે

ગુજરાતમાં કોરોના વાઈરસના વ્યાપક સંક્રમણ વચ્ચે પણ હવે કોરોનાગ્રસ્ત વિસ્તારો સિવાયમાં સરકારી કેટલાક નિયમો સાથે ૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તા ર૦ એપ્રિલથી તા. ૩ મે સુધી સરકારની કચેરીઓ સીમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહીં. કોરોનાગ્રસ્ત હોટસ્પોટ અને બફર ઝોન વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સીમિત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ મુખ્ય પ્રધાને આપી છે.

વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સૂચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

ભારત અપડેટ તા.19મી એપ્રિલ 2020

  • Cases : 15,707
  • Deaths : 488
  • Recovered : 2,015
  • Active Cases : 13,204

ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.19 એપ્રિલ સવારે 10 વાગ્યે

StateCaseDeathRecover
MH3651211365
DL18934272
MP140770127
GJ13765393
TN137215365
RJ135111183
UP9691486
TG80918186
AP6031542
KL4003257
KA38414104
JK341551
WB3101262
HR225343
PB2021327
BR86237
OR61124
UK4209
HP39116
CG36024
AS35112
JH3420
CH23010
Leh18014
AN14011
ML1110
PY703
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

અમદાવાદમાં હવે સવારના ચાર કલાક જ બહાર નીકળી શકાશે

ગુજરાતભરમાં પ્રતિ દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. જેથી અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ લોકોમાં વધુ ચેપ ના ફેલાય તે હેતુથી જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી માટે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધીની છૂટછાટ આપી છે. આ સમય બાદ કોઈ વ્યક્તિ સોસાયટી, સોસાયટીના કોમન પ્લોટ કે મકાનના ધાબા ઉપર પણ ડ્રોન કે સીસીટીવીમાં ફરતી દેખાશે તો તેની ધરપકડ કરવામાં આવશે તેવા આદેશ પણ આપવામાં આવ્યા છે.

શહેરમાં એક જ દિવસમાં ૧૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસ આવતા તંત્રએ કેટલાક કડક આદેશો લોકોની સુરક્ષા માટે કર્યા હતા. જેના ભાગરૂપે સમગ્ર અમદાવાદ શહેરમાં લોકો સવારે ચાક કલાક સુધી ખરીદી માટે બહાર જઈ શકશે. દવા લેવા કે ટ્રીટમેન્ટ માટે ૨૪ કલાકમાં કોઈ પ્રતિબંધ નથી. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. મહામારીમાં કોઈને ચેપ ના લાગે અને કેસની સંખ્યા ઘટે તે અમારો મુખ્ય હેતુ છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૧૪૩ કેસ નોંધાતા પોલીસે નિયમો થોડા વધારે કડક કર્યા છે.

Reported on 18 April 2020

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત : ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1272

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

18 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા કેસોની વિગત

ગુજરાતમાં તા.17મી એ રાત્રે 8 વાગ્યાથી તા.18મી એ એટલે કે આજે શનિવારે સવાર સુધીમાં કોરોનાના નવા કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ઉછાળો વર્તાયો છે. છેલ્લા 12 કલાકમાં જ રાજ્યમાં કુલ 176 નવા કેસ સામે આવ્યા છે અને એકલા માં જ 143 નવા કેસો મળી આવ્યા છે. અમદાવાદ સિવાય વડોદરા અને સુરતમાં 13-13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, પંચમહાલમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.

આ જ સમયગાળામાં ગુજરાતમાં વધુ 7 દર્દીઓના મરણ નોધાયા છે.

રાજ્યમા નોંધાયેલા આ સૌથી મોટા ઉછાળાથી કોરોનાના કુલ કેસનો આંકડો પણ સીધો 1200ને પાર થઈ ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1272 દર્દી નોંધાયા છે. જેમાંથી હાલ 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1129 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધી 88 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે, જ્યારે 48 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

18 એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની કુલ કેસોની સ્થિતિ

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :