CIA ALERT

16/4/20 @ 11am : ગુજ-871 : અમદાવાદ-492 : બરોડા-127 : સૂરત-86 : રાજ્યમાં નવા 105 કેસ

Share On :

દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા

રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત

સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.

ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે

દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર

કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.

ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.

આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.

ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ

ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે

  • ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
  • બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
  • ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
  • ચોથા ક્રમે ભાવનગર છે.

મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના

ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.

લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી

રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી  રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે. 

કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી

ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો શોધવામાં સરળતા રહેશે.

CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન વધુ એક બાબત બની છે.

Reported on 15 April 2020

કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5

ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.

આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.

India at glance

  • Cases : 12,380
  • Deaths : 414
  • Recovered : 1,489
  • Active Cases : 10,477

India Statewise on 16 April 11 am

StateCaseDeathRecover
MH2916187295
DL15783240
TN124214118
RJ10233147
MP9875364
GJ7663364
UP7351151
TG64718120
A.P.5251420
KL3883218
JK300436
KA2791280
WB231742
HR205343
PB1861327
BR70129
OR60118
UK3709
HP35116
CG33017
AS3310
JH2820
CH2107
Leh17010
AN11010
PY701
ML710
GA705
MN201
TR201
MZ100
AR100
NL000

ગુજરાતમાં 15 એપ્રિલે સવારે મળેલા કેસોની વિગતો

તા.15મી એપ્રિલે સવારે 10 કલાકે ગુજરાતનું કોરોના સ્ટેટસ અપડેટ

કેન્દ્ર સરકારે તા.15મી એપ્રિલે જાહેર કરેલી લૉકડાઉન સંદર્ભની ડિટેલ્ડ ગાઇડલાઇન માટે નીચેની લિંક ક્લીક કરો

https://mha.gov.in/sites/default/files/PR_Consolidated%20Guideline%20of%20MHA_28032020%20%281%29_1.PDF

આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ લંબાવવામાં આવ્યું છે.

દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે. રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.

મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.

મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.

ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.

મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.

ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Reported on 14 April 2020

ભારતમાં 15 એપ્રિલથી Lockdown 2.0 : કેસોની સંખ્યા 10,000ને પાર

ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા 14 એપ્રિલ સવારે 11 વાગ્યે

ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.

તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.

જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.

ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ

કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.

ભારતમાં આંકડો 10 હજારને પાર (14 એપ્રિલ સવારે 11 વાગ્યે)

  • Cases : 10,363
  • Deaths : 339
  • Recovered : 1,036
  • Active Cases : 8,988
STATECaseDeathRecover
MH2334160217
DL15102830
TN11731158
RJ873321
MP6044344
TG56216100
UP558549
GJ5392654
AP432711
KL3793198
JK270416
KA247659
WB190736
HR185329
PB1671114
BR65126
OR54112
UK3505
HP32113
CG31010
AS3110
JH2420
CH2107
LADAKH15010
AN11010
PY701
GA705
MN201
TR200
NL100
MZ100
AR100

ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.

ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે. જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :