CIA ALERT

ગુજરાતમાં લૉકડાઉન અંગે મંગળવાર તા.14મી એપ્રિલ એ સરકાર ક્લેરિટી આપશે

Share On :

13/4/20 @ 11 : ગુજ.-538 : અમદા.-295 : બરોડા-102 : સૂરત-33 (ભારત કેસોની સંખ્યા 9000 પ્લસ)

: આજથી એપીએલ-1 રેશન કાર્ડ ધારકોને પણ સરકારી અનાજનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવાર તા.14મી એપ્રિલે બપોરે બાર વાગ્યે અમદાવાદ ખાતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લોકડાઉન વધારવું કે નહીં તે આવતીકાલે એટલે કે મંગળવાર તા.14મી એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર થશે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લૉકડાઉન સંદર્ભે એક્શન પ્લાન કેન્દ્રને સોંપી દીધો છે. ગુજરાતમાં ઉદ્યોગોને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે એવી તેમણે ધરપત પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેના માટે ખાસ વિચાર કરવામાં આવશે.

ગુજરાતની વાત કરીએ તો આજે તા.13મી એપ્રિલે સવારે 10 વાગ્યે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં કુલ 22 નવા કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના કુલ 13 કેસો છે. અમદાવાદમાં કેસોની સંખ્યા 295 થઇ છે. સૂરતમાં પોઝીટીવ કેસોની સંખ્યા કુલ 33 થઇ છે જેમાં બે ગ્રામ્ય વિસ્તારના છે. ગુજરાતમાં કુલ 26 લોકોના મોત થયા છે જ્યારે 47 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પહોંચી ગયા છે.

સૂરતમાં સોમવારે મળેલા બે નવા કેસો રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 કર્મચારીઓના છે, 1. ઇમરાન હનીફભાઇ પઠાણ 2. શબનમ મકસૂદ અંસારી

આજથી APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ

કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યમાં APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિમામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે.

રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા
13 એપ્રિલ: રેશનકાર્ડ છેલ્લો નંબર 1 અને 2
14 એપ્રિલ: છેલ્લો નંબર 3 અને 4
15 એપ્રિલ: છેલ્લો નંબર 5 અને 6
16 એપ્રિલ: છેલ્લો નંબર 7 અને 8
17 એપ્રિલ: છેલ્લો નંબર 9 અને 0
18 એપ્રિલ: વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે

આટલું અનાજ મળશે

એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે તેમના હિસ્સાનું અનાજ જતું કરે તો વધુ પ્રમાણમાં લોકોને અનાજ મળી શકે છે.

ઘર બેઠાં જરૂરી સામાન મળે તેવી વ્યવસ્થા થશે ‘હોટસ્પોટ’માં લોકો બહાર ન નીકળે : કેન્દ્રીય ગૃહ મંત્રાલય

‘હોટસ્પોટ’ વિસ્તારોમાં વખતે લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે રાજ્ય સરકારો જીવન જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોંચ થાય એની વ્યવસ્થા કરી રહી હોવાની માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી હતી.

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુન્યા સલિલાએ જણાવ્યું હતું કે જ્યાં વાઇરસ વધુ ફેલાયો હોય એવા હોટસ્પોટ વિસ્તારોમાં રહેતા લોકો ઘરની બહાર ન નીકળે એ માટે રાજ્ય સરકારો જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોચ થાય એની વ્યવસ્થા કરી રહી છે. આ માટે તેઓ સ્વયંસેવકો અને સમાજસેવી સંસ્થાઓની મદદ પણ લેશે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તેઓ આંતરરાજ્ય અને રાજ્યની બહાર દરેક પ્રકારનો સામાન કે વસ્તુઓ લઇને જતા કે આવતા વાહનોને રોક્યા વગર જવા દે. ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજમાં દરેક પ્રકારની વસ્તુઓ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેટેગરીમાં કંપનીઓની અંદરના ગોડાઉનોને પણ આવરી લેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના મજૂરો અને કર્મચારીઓને સરળતાથી પરવાનગીના પાસ મળી રહે એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને અમે એમને એ પ્રક્રિયા સરળ બનાવવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને ₹ ૫૦૦૦નો દંડ

કોરોના સંકટની ચરમસીમાને પગલે હવે લોકડાઉન વચ્ચે પણ કોઇ પણ વ્યકિત જરૂરી કામ માટે માસ્ક કે ચેહરા પર દુપટ્ટો કે રૂમાલ પહેર્યા વગર નીકળશે તો તેને રૂ. ૫ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા જણાવ્યું હતું કે, માસ્ક વિના બહાર નીકળતા લોકોને ૫૦૦૦નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને ત્રણ વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

જો કે માસ્કમાં રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે. ૧૩ એપ્રિલની સવારે ૬ વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. ૧૩ એપ્રિલથી મનપાની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે.

રાજ્યમાં કુલ ૧૦ હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ થયા

ગુજરાતમાં કોરોના કેસના પ્રારંભથી રવિવાર તા.12મી એપ્રિલે સાંજે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કુલ ૧૦૯૯૪ લોકોના સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 514 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જોકે

ગુજરાતમાં રવિવાર તા.12મી એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન કુલ ૨૬૬૩ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૬૧ લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રવિવારે સવારે કુલ ૧૧૬ રીપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યાં હતા.

રવિવારે સાંજે વડોદરામાં વધુ ચાર કેસ નોંધાયાં હવે એકલા વડોદરામાં જ કેસનો આંકડો ૧૦૦ ની નજીક પહોંચી ચૂક્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે સવાર સુધીમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં ૬ વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૪૯૩ દર્દીમાંથી ૨૩ના મોત થયા છે. જ્યારે ૪૨૨ની હાલત સ્થિર અને ૪ દર્દી વેન્ટીલેટર પર છે. ૨૪ કલાક દરમિયાન ૨૬૬૩ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૧ પોઝિટિવ અને ૨૪૮૬ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૧૧૬ રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ૧૦૯૯૪ ટેસ્ટ કર્યાં, ૪૯૩ પોઝિટિવ, ૧૦૩૯૭ અને ૧૧૬ પેન્ડિંગ છે.

ભારતમાં 6 દિવસમાં બમણા થઇ ગયા કેસો

ભારતમાં 6 દિવસ પૂર્વે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4500 જેટલી હતી, ફક્ત 6 જ દિવસમાં આ આંકડો બમણો થઇ ગયો છે. રવિવારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9,000ના આંકડાને પાર કરી ગઈ છે. કોરોના વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 300 લોકોના જીવ હણી લીધા છે. માત્ર રવિવારે જ કોરોનાના 763 કેસ સામે આવ્યા અને 39 દર્દીઓના મોત થયા હતા.

ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.13 એપ્રિલ સવારે 11 વાગ્યે

STATECasesDeath
MAHARASHTRA1985149
DELHI115424
TAMIL NADU107511
RAJASTHAN8043
M.P.56436
GUJARAT51625
TELANGANA5049
U.P.4835
A.P.4277
KERALA3762
J.K.2454
KARNATAKA2326
HARYANA1853
WEST BENGAL1527
PUNJAB15111
BIHAR641
ODISHA541
UTTARAKHAND350
HIMACHAL321
CHHATTISGARH310
ASSAM291
CHANDIGARH210
JHARKHAND192
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

તા.12મી એપ્રિલે પોસ્ટ કરાયેલા સમાચાર

સૂરતમાંથી કુલ 7 દર્દીઓ રિકવર થઇને ઘરે ગયા

રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 500 ની સંખ્યા નજીક પહોંચી ગયો છે. જોકે, કોરોના પોઝીટીવ કેસો જે વિસ્તારમાંથી મળી રહ્યા છે એ જોતા ગુજરાતના આરોગ્ય વિભાગે અપનાવેલી નીતિને સફળતા મળી છે કેમકે આ એરીયાને હોટસ્પોટ તરીકે જ સ્થાપિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે. એટલે ચિંતાજનક સ્થિતિ કરતા કેસો મળી રહ્યા છે એ બાબત મહત્વની બની છે.

દરમિયાન શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં નોંધાયેલા નવા 90 કેસ બાદ રવિવારે સવારે 10 વાગ્યે વધુ નવા 25 કેસોની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા 25 કેસોમાંથી 23 અમદાવાદ અને 2 વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.

એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં જેટલા પોઝિટિવ કેસ છે જેમાંથી પચાસ ટકા જેટલા એકલા (243 કેસ) અમદાવાદના છે. અમદાવાદ ઉપરાંત, વડોદરામાં પણ કન્ફર્મ કેસનો આંકડો 95 પર પહોચી ગયો હતો.

શનિવારે રાત્રે 8 વાગ્યે સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં જે 468 કન્ફર્મ કેસ નોંધાયા છે તેમાં લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનનારા દર્દીની સંખ્યા 403 જેટલી છે. આ ઉપરાંત, જે 22 લોકોના મોત થયા છે તેમાંથી 16 દર્દીને લોકલ ટ્રાન્સમિશનથી તેનો ભોગ બન્યા હતા.

સરકાર દ્વારા શનિવારે રાત્રે 8 વાગ્યે આપેલી માહિતી મુજબ 2045 ટેસ્ટ કરાયા છે, જેમાં છેલ્લા 12 કલાકમાં જ 1432 ટેસ્ટ કરાયા છે. કુલ 2045 ટેસ્ટમાંથી 407 સિવાયના તમામ લોકોના રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા બાર કલાકમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15, વડોદરા 18, ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં ત્રણ દર્દીના મોત પણ થયા છે, અને ત્રણેય મૃતકો અમદાવાદના છે.

આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે તે સિવાયના વિસ્તારોમાં પણ હવે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના જે 14 જિલ્લામા કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો તેવા જિલ્લામાં પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. આજે જુનાગઢ, નવસારી, તાપી, અમરેલી અને બનાસકાંઠામાં સેમ્પલ લેવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં હાલ 468માંથી 402 દર્દીઓ એક્ટિવ છે, અને તેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે 398 સ્ટેબલ છે. ડીસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 44 થાય છે જ્યારે 22 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે દરિયાપુર, નવરંગપુરા, જમાલપુર, નારણપુરા, સારંગપુર જેવા વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા છે.

India Update

STATECasesDeath
MAHARASHTRA1761127
DELHI106919
TAMIL NADU96910
RAJASTHAN7003
M.P.53236
TELANGANA5049
U.P.4525
GUJARAT49523
A.P.3816
KERALA3642
KARNATAKA2146
J.K.2074
HARYANA1773
PUNJAB15111
WEST BENGAL1345
BIHAR631
ODISHA501
UTTARAKHAND350
HIMACHAL321
ASSAM291
CHANDIGARH190
CHHATTISGARH180
JHARKHAND171
LADAKH150
ANDAMAN110
GOA70
PUDUCHERRY70
MANIPUR20
TRIPURA20
MIZORAM10
ARUNACHAL10

ICMRએ કહ્યું કે શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં 1,64,773 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કોવિડ-19ના સંક્રમણ અંગે તપાસ કરવા માટે કુલ 1,79,374 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 4.3 ટકા લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યો દ્વારા મળેલા અહેવાલ અનુસાર શનિવારે દેશમાં કોવિડ-19ના 825 નવા કેસ આવ્યા છે. આ પહેલા શુક્રવારે દેશમાંથી 863 જેટલા નવા કેસ સામે આવ્યા હતા.

દેશમાં પહેલીવાર 24 કલાકમાં 1000 કરતા વધારે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આંકડાઓ જોઈએ તો પાછલા 3 દિવસમાં દેશમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. તેવામાં દેશવ્યાપી લોકડાઉનને હજુ આગામી 2 સપ્તાહ સુધી વધારવામાં આવશે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8300ને પાર થઈ ગઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :