11/4/20 @ 11 am : ગુજરાત-432 (મૃત્યુ-19), અમદાવાદ-228, વડોદરા-77, સૂરત-28, ભાવનગર-23
આજે લૉકડાઉન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે : PM મોદી અને રાજ્યોના CM વચ્ચે વિડીયો મીટ : ગુજરાતે પોતાની રણનીતિ કેન્દ્રને મોકલી
ગુજરાત અપડેટ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 એ પહોંચી છે. કુલ 34 વ્યક્તિઓ રિકવર થઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે કુલ 228 નોંધાયા છે. એ પછી વડોદરામાંથી કુલ 77 કેસો મળ્યા છે. જ્યારે સૂરતમાં આજે તા.11 એપ્રિલે સવારે વધુ એક કેસ મળતા કુલ આંકડો 28 પર પહોંચ્યો છે. જેમાં સૂરત શહેર વિસ્તારમાંથી 26 તથા જિલ્લા વિસ્તારમાંથી 2 કેસ મળ્યા છે. ભાવનગરમાં કુલ કેસ સંખ્યા 23ની થઇ છે.
- રાજ્યમાં તા.11 એપ્રિલે સવારે 10 વાગ્યે
- નવા 54 કોરોના + ve કેસ
- રાજ્યમાં કુલ કોરોના + ve – 432
- કોરોનાથી કુલ મોત – 19
- રિકવરી – 34
- અમદાવાદ 228 ( 7 )
- વડોદરા 77 ( 2 )
- સુરત 28 ( 4 )
- ભાવનગર 23 ( 2
- રાજકોટ 18
- ગાંધીનગર 14 ( 1 )
- પાટણ 14
- પોરબંદર 3
- ગીર સોમનાથ 2
- ભરૂચ 7
- કચ્છ 4
- મહેસાણા 2 ( 1 )
- સાબરકાંઠા 1
- આણંદ 5
- મોરબી 1
- છોટાઉદેપુર 2
- પંચમહાલ 1 ( 1 )
- જામનગર 3 ( 1 )
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં કોરોનાનું સંકટ ઘેરું દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વડોદરામાં તા.10મી એપ્રિલને શુક્રવાર બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. કોરોનાના વધુ 20 કેસ નોંધાતા વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 59એ પહોંચી ગઇ હતી.
વડોદરાના ક્લસ્ટર ઝોન જાહેર કરાયેલા વિસ્તાર નાગરવાડા અને સૈયદપુરામાંથી વધુ 20 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 11 પુરુષ અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે નાગરવાડા અને સૈયદપુરાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ મળ્યાં છે. જેમાં 36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ શુક્રવારે દિવસ દરમિયાન ભરૂચમાં 3, સુરતમાં 3 મળીને રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી કુલ આંકડો 378એ પહોંચી ગયો હતો.
કોરોનાના વધતા કહેરની સાથે જ આજે ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ એમ વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ દર એક લાખે 102 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16000 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી ગુજરાતે 1540 ટેસ્ટ કર્યાં છે.
પીએમ મોદી ગઇ તા.2જી એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટીંગ કરી ચૂક્યા છે : આજે 11 એપ્રિલે પુન વિડીયો મીટીંગ
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ તા.11મી એપ્રિલને શનિવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લૉકડાઉન તેમજ કોરોના વિરુદ્ધના યુદ્ધની રણનીતિના અગત્યના મુદ્દા પર દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે. અગાઉ ગઇ તા.2જી એપ્રિલે પણ વડાપ્રધાન મુખ્યમંત્રીઓની સાથે વિડીયો મીટિંગ કરી ચૂકયા છે. ગઇ તા.8મી એપ્રિલે વડાપ્રધાન શ્રી મોદીએ સંસદ અને રાજ્યસભાના તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગ કરી હતી. આ મિટીંગમાં શ્રી મોદીએ હિંટ આપીને કહ્યું હતું કે તેઓ દેશભરમાં લાગૂ લોકડાઉનની સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે.
અગાઉ ભાજપાના સ્થાપના દિવસે પણ વડાપ્રધાન એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે આવનાર 14મી એપ્રિલના રોજ લોકડાઉન સંપૂર્ણપણે હટાવવું મુશ્કેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક જીવની સુરક્ષા છે. લોકડાઉનના વિસ્તારના મુદ્દા પર તેમણે કેટલાંય જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી અને તમામને એકમત થઇ લોકડાઉનની સમય મર્યાદાને આગળ વધારવા પર સહમતિ વ્યકત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં એક સાથે લોકડાઉન હટાવું શકય નથી.
ઓરિસ્સા બાદ પંજાબમાં પણ લોકડાઉનની અવધિ વધી
પંજાબના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોનાના મળી રહેલા કેસોને પગલે લૉકડાઉન પિરીયડ લંબાવવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ નવીન પટનાયક સરકારે રાજ્યમાં લોકડાઉનને 30મી એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. જે બાદ તા.10મી એપ્રિલે પંજાબ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન આગળ વધારીને 30 એપ્રિલ અંતિમ તારીખ જાહેર કરી છે.
ગુજરાત સરકારે લૉકડાઉન સંભવિત રણનીતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો
કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલી 21 દિવસના ડેડલાઇન પૂરી થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે લૉકડાઉન લિફ્ટીંગ અંગે ગુજરાતની સંભવિત રણનીતિનો એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને 14મી એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત સરકાર લૉકડાઉન ઉઠવવા અંગે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરશે.
ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર ઢીલ આપવા વિશે એક રિપોર્ટ હાઇલેવલના અધિકારીઓ પાસે તૈયાર કરાવ્યો છે અને એ હાઈ-લેવલ કમિટીએ કોવિડ-19ના કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન, યેલો અને રેડ ઝોનમાં દઇને લૉકડાઉન ઉઠાવવા અંગેની રણનીતિ તૈયાર કરી છે.
રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા ફેઝમાં જરૂરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે. અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે.
- લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક માટે માસ્ક ફરજિયાત
- દરેક પ્રકારનું સામૂહિક પરિવહન લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ બંધ
- ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે મિટીંગ મેળાવડા પર પ્રતિબંધ
- બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
- રેસ્ટોરન્ટ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ જારી રાખશે અને બાદમાં પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે.
India Update 11 April 2020 @ 10 am
- Confirmed Cases : 7,447
- Total Deaths : 239
- Total Recovered : 643
- Active Cases : 6,565
STATE | Cases | Death |
MAHARASHTRA | 1574 | 110 |
TAMIL NADU | 911 | 8 |
DELHI | 903 | 13 |
RAJASTHAN | 553 | 3 |
TELANGANA | 473 | 7 |
M.P. | 435 | 33 |
U.P. | 431 | 4 |
KERALA | 364 | 2 |
A.K. | 363 | 6 |
GUJARAT | 308 | 19 |
KARNATAKA | 207 | 6 |
J.K. | 207 | 4 |
HARYANA | 177 | 3 |
PUNJAB | 132 | 11 |
WEST BENGAL | 116 | 5 |
BIHAR | 60 | 1 |
ODISHA | 48 | 1 |
UTTARAKHAND | 35 | 0 |
ASSAM | 29 | 1 |
HIMACHAL | 28 | 1 |
CHHATTISGARH | 18 | 0 |
CHANDIGARH | 18 | 0 |
LADAKH | 15 | 0 |
JHARKHAND | 14 | 1 |
ANDAMAN | 11 | 0 |
GOA | 7 | 0 |
PUDUCHERRY | 5 | 0 |
MANIPUR | 2 | 0 |
MIZORAM | 1 | 0 |
TRIPURA | 1 | 0 |
ARUNACHAL | 1 | 0 |
Reported on 10 April 2020
શુક્રવાર સવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો ન હતો ત્યાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે.
ભરૂચમાં મળેલા ચારેય દર્દીઓનું દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જમાત સાથે કનેકશન ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે.
ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા 17 માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.
ગુજરાતમાં કોરોનાના 76 નવા કેસ: કુલ આંકડો 262 પર પહોંચ્યો, બે-ચાર દિવસ હજુ કેસ વધશે
ગુરુવારે સવારે ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા બાદ ગુરુવારે સાંજ સુધીમાં વધુ 21 નવા કેસ કન્ફર્મ થયા છે. આરોગ્ય ખાતાના સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં રહ્યા છે, જેથી કન્ફર્મ કેસનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાંથી કોરોનાનો ચેપ બહાર ના જાય તે માટે મોટાપાયે કામગીરી કરાઈ રહી છે.
ગુજરાત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે
- અમદાવાદ- 153
- વડોદરા 39
- સુરત- 24
- રાજકોટ- 18
- ગાંધીનગર-14
- ભાવનગર- 22
- પાટણ-14 (એક જ પરિવારના સંપર્કથી)
- ભરૂચ 4
- કચ્છ 2
- મહેસાણ 2
- ગીરસોમનાથ 2
- પોરબંદર- 3
- પંચમહાલ-1
- છોટાઉદેપુર-2
- સાબરકાંઠા 1
- મોરબી 1
- દાહોદ 1
- સાબરકાંઠામાં 1
- આણંદ -2
વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં વધુ 17 પોઝિટીવ કેસ મળતા ખળભળાટ
વડોદરામાં રેડ ઝોન જાહેર થયેલા નાગરવાડા વિસ્તારમાંથી માસ સેમ્પલ લઇને ચકાસણી કરવાના પ્રક્રિયા દરમિયાન ૧૭ વ્યક્તિઓમાં કોરોનો પોઝિટીવ આવ્યો હતો. આ જ વિસ્તારમાંથી આજે સવારે ત્રણ કેસ પોઝિટીવ આવ્યા હતા. આમ વડોદરાના કોરોના પોઝિટીવની સંખ્યા ૩૯ પર પહોચી ગઇ હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી ૧૭ નવા કોરોના પોઝિટીવ કેસો જણાયા છે.
રાજકોટના જંગલેશ્વરમાંથી વધુ પાંચ પોઝિટિવ
કોરોના વાયરસનું સંક્રમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધી રહ્યું હોવાનું જણાય છે. રાજકોટના કોરોના વાયરસ માટેના હોટ સ્પોટ જંગલેશ્વરના એક જ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એ જ વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર ક્લસ્ટરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે.
ગુરુવારથી 16 સેમ્પલ જંગલેશ્વરમાંથી લેવાયા જેમાં વધુ 5 લોકોના સેમ્પલ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પાંચ દર્દીઓ ત્રણ દિવસ પેહલા આવેલ યુવાનનાં પરિવારજનો અને સંપર્કમાં આવેલ હોવાથી લોકસ ટ્રાન્સમિશન થયું હોવાનું હાલ જણાય રહ્યું છે. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 18 થયો છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરનાનો ક્લસ્ટર બોમ્બ વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આજ સાંજ સુધીની સ્થિતિ અનુસાર, રાજ્યમાં કુલ 215 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 212 દર્દીઓ સ્ટેબલ તેમજ ત્રણ વેન્ટિલેટર પર છે અને ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 358ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
રાજ્યમાં સેમ્પલ ટેસ્ટિંગ વધતા પોઝિટિવ કેસોમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ
ગુજરાતમાં એકસાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.
જુદા જુદા વિસ્તારોમાંથી જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૪૧ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે ૧૭૬ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૨ પોઝિટિવ, જ્યારે ૧૬૨૪ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી ૧૦૨ ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૫૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧ પોઝિટિવ અને ૫૪૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વોરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોવિડ-૧૯નું સંકટ હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે. બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીના ૨૪ કલાકમાં એક સાથે ૬૨ કેસનો ચિંતાજનક વધારો થયો છે. ગુરુવારે સાંજે વડોદરાથી પણ ગંભીર સમાચાર આવ્યા હતા. વડોદરામાં એક સાથે 11 નવા કેસ અને પાટણમાં એક જ પરિવારમાં 9 કેસ મળી આવ્યા હતા.
એ પૂર્વે બુધવારની સાંજથી ગુરુવારે સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ બપોરે વડોદરામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૫ દર્દીઓ થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતાં હવે રાજ્યમાં કોરોનાનો મોતનો આંકજો ૧૭ પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં ૧૩૩ ઉપર પહોંચી ચૂકી છે.
ભારત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે
- Confirmed Cases : 6,412
- Total Deaths : 199
- Total Recovered : 504
- Active Cases : 5,709
STATE | Cases | Death |
MAHARASHTRA | 1364 | 97 |
TAMIL NADU | 834 | 8 |
DELHI | 720 | 12 |
RAJASTHAN | 463 | 3 |
TELANGANA | 442 | 7 |
U.P. | 410 | 4 |
KERALA | 357 | 2 |
A.P. | 348 | 4 |
M.P. | 259 | 16 |
GUJARAT | 241 | 17 |
KARNATAKA | 181 | 5 |
HARYANA | 169 | 3 |
J.K. | 158 | 4 |
WEST BENGAL | 116 | 5 |
PUNJAB | 101 | 8 |
ODISHA | 44 | 1 |
BIHAR | 39 | 1 |
UTTARAKHAND | 35 | 0 |
ASSAM | 29 | 0 |
CHANDIGARH | 18 | 0 |
HIMACHAL | 18 | 1 |
LADAKH | 15 | 0 |
JHARKHAND | 13 | 1 |
ANDAMAN | 11 | 0 |
CHHATTISGARH | 10 | 0 |
GOA | 7 | 0 |
PUDUCHERRY | 5 | 0 |
MANIPUR | 2 | 0 |
MIZORAM | 1 | 0 |
TRIPURA | 1 | 0 |
ARUNACHAL | 1 | 0 |
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
