કોરોના India ન્યુઝ
- Confirmed Cases : 5,194
- Total Deaths : 149
- Total Recovered : 402
- Active Cases : 4,643
STATE | Cases | Death |
MAHARASHTRA | 1018 | 64 |
TAMIL NADU | 690 | 7 |
DELHI | 576 | 9 |
TELANGANA | 364 | 7 |
KERALA | 336 | 2 |
RAJASTHAN | 328 | 3 |
U.P. | 326 | 3 |
A.P. | 305 | 4 |
M.P. | 229 | 13 |
KARNATAKA | 175 | 4 |
GUJARAT | 165 | 13 |
HARYANA | 147 | 3 |
J.K. | 116 | 2 |
WEST BENGAL | 99 | 5 |
PUNJAB | 91 | 7 |
ODISHA | 42 | 1 |
BIHAR | 38 | 1 |
UTTARAKHAND | 31 | 0 |
ASSAM | 27 | 0 |
H.P. | 18 | 1 |
CHANDIGARH | 18 | 0 |
LADAKH | 14 | 0 |
ANDAMAN | 10 | 0 |
CHHATTISGARH | 10 | 0 |
GOA | 7 | 0 |
PUDUCHERRY | 5 | 0 |
JHARKHAND | 4 | 0 |
MANIPUR | 2 | 0 |
MIZORAM | 1 | 0 |
દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.
કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.
લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા
દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.
તિલંગાણા
તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.
છત્તીસગઢની માગણી
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.
મધ્યપ્રદેશની તૈયારી
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.
આસામની પ્રતિક્રિયા
આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.
મહારાષ્ટ્રનો અભિગમ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.
ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.
મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.
દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.
India update 7 April 2020 1 pm
- Confirmed Cases : 4,421
- Total Deaths : 114
- Total Recovered : 326
- Active Cases : 3,981
STATE | Cases | Death |
MAHARASHTRA | 748 | 45 |
TAMIL NADU | 621 | 5 |
DELHI | 523 | 7 |
KERALA | 327 | 2 |
TELANGANA | 321 | 7 |
U.P. | 305 | 3 |
RAJASTHAN | 288 | 3 |
A.P. | 266 | 3 |
M.P. | 165 | 9 |
KARNATAKA | 151 | 4 |
GUJARAT | 165 | 12 |
J. K. | 109 | 2 |
WEST BENGAL | 91 | 3 |
HARYANA | 90 | 1 |
PUNJAB | 76 | 6 |
BIHAR | 32 | 1 |
UTTARAKHAND | 31 | 0 |
ASSAM | 26 | 0 |
ODISHA | 21 | 0 |
CHANDIGARH | 18 | 0 |
LADAKH | 14 | 0 |
HIMACHAL | 13 | 1 |
ANDAMAN | 10 | 0 |
CHHATTISGARH | 10 | 0 |
GOA | 7 | 0 |
PUDUCHERRY | 5 | 0 |
JHARKHAND | 4 | 0 |
MANIPUR | 2 | 0 |
MIZORAM | 1 | 0 |
Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ
મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.
હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.
તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.
ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.
મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.
તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.
મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
