અબુધાબી ખાતે BAPS સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ : જુઓ કેવું અદભૂત મંદિર બનશે
યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વરૂપમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ હાજર રહ્યા હતા. આ સાથે 5000થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
કયા લોકેશન પર હશે મંદિર
દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે.
જુઓ વિડીયો, ભવ્યાતિભવ્ય હશે યુ.એ.ઇ.ના અબુધાબીમાં બનનારું બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર
અબુધાબીમાં બનાવા જઈ રહેલા સ્વામિનારાયણ મંદિરનો ફાઈનલ પ્લાન
અબુધાબીમાં બની રહેલું મંદિર આટલું ભવ્ય હશે, જુઓ મંદિરની અંદરનો પ્લાન
Posted by Mahant Swami Na Ashirwad on Saturday, 20 April 2019
સન 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓના એ સંકલ્પને સાકાર કરતો અનોખો અવસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે તા. 20 એપ્રિલ, 2019ના રોજ યોજાઈ ગયો. એ હતો – અબુધાબીમાં રચાઈ રહેલા બી.એ.પી.એસ. હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ.
આ અવસર માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 50થી વધુ સંતોના સંઘ સાથે યુ.એ.ઈ.ની 11 દિવસીય યાત્રાએ પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે યુ.એ.ઈ. ખાતેની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આ સર્વપ્રથમ ધર્મયાત્રા છે.
દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર નંદનવન ખડું થયું હતું. હાઈ-વે પરથી બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની આ વિશાળ ભૂમિ પર પ્રવેશ કરતાં જ ભારત, યુ.એ.ઈ.ના રાષ્ટ્રધ્વજ ઉપરાંત વિવિધ રંગી ધ્વજાઓ અનોખા ઉત્સવનું વાતાવરણ ખડું કરતી હતી. સુશોભિત પ્રવેશદ્વારો, રેતીના એક ઊંચા ઢગ પર નિર્માણાધીન મંદિરની વિશાળ પ્રતિકૃતિ, બે વાતાનુકુલિત અને અલંકારોથી મંડિત વિશાળ મહામંડપો, મહાનુભાવો માટે સુંદર મજલિસ – આ બધું જ સંતો અને સ્વયંસેવકોના દિવસ-રાતના પુરુષાર્થની છડી પોકારતું હતું.
યુ.એ.ઈ. તથા મસ્કત, બાહરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરે આરબ દેશો ઉપરાંત ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલેન્ડ વગેરે દેશોના નિમંત્રિત હરિભક્તો હજારોની સંખ્યામાં આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ચલમૂર્તિનું પૂજન કરી મહંત સ્વામીજીનું સ્વસ્તિવાચન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ ભારતીય પરંપરા મુજબ ઓજારોનું પૂજન કર્યું. ત્યારબાદ તેઓએ આ વિશાળ મંદિરના નિર્માણની પ્રક્રિયામાં જોડાયેલા શિલ્પી શ્રી વિપુલ સોમપુરા, સંજયભાઈ પરીખ, શ્રી જસબિરસિંઘ સાહની વગેરેનું સ્વામીશ્રીએ પૂજન કરીને તેઓને આશીર્વાદ આપ્યા.ત્યારબાદ મહંત સ્વામી મહારાજના હસ્તે બ્રહ્મશિલાના મુખ્ય ગર્તનું પૂજન કરવામાં આવ્યું, હિન્દુ પરંપરા મુજબ ખાતદેવતાઓનું પૂજન કરીને સ્વામીશ્રીએ ગર્તમાં સ્વર્ણિમ યંત્ર સ્થપિત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નિધિકુંભનું એટલે કે ગર્ભબીજનું સ્થાપન કર્યું અને તેના પર સ્વર્ણીમ લેલા વડે સિમેન્ટ સ્થાપન કર્યું. ત્યારબાદ આ પૂજિત અને સ્થાપિત બ્રહ્મશિલા પર અન્ય મહાનુભાવોએ પણ પૂજાદ્રવ્યો પધરાવ્યાં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
