CIA ALERT

EVM સમેતની વોટિંગ માટેની કીટ્સ વિધાનસભા સ્ટ્રોંગ રૂમોમાં રવાના

Share On :

સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોના એઆરઓને ઇવીએમ સમેતની મશીનરી સુપરત કરીને સ્ટ્રોંગ રૂમોમાં મૂકાશે

સુરતઃ સુરત સમેત ગુજરાતમાં મતદાનને એક મહિના જેટલો સમય બાકી છે આમ છતાં સુરત ચૂંટણી તંત્ર કોઇપણ તક કે જોખમ લીધા વગર મતદાન શાંતિપૂર્ણ રીતે સુપેરે પાર પડે તે માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે. શહેરમાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ વિના વિધ્ને કરી શકે તે માટે આજે જિલ્લા ચૂંટણી તંત્રએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સનું રેન્ડમાઇઝેશન, પ્રાઇમરી ચેકિંગ કર્યું અને તે પણ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં અને તેમને વિશ્વાસમાં લઇને હવે વિધાનસભા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સમેતની વોટિંગ માટેની કીટ રવાના કરવામાં આવશે.

સુરત કલેક્ટરેટ ખાતે આજે રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારીઓએ અંદાજે 5421 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ, વીવીપેટ યુનિટ સમેતના સાધનોનું રેન્ડમાઇઝેશન કર્યું હતું. આ એક ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. કયું ઇવીએમ કયા વિસ્તારમાં જશે એ કશું નિયત ન હોય, દરેક બેલેટ યુનિટ, વીવીપેટ યુનિટ વગેરેનું પ્રાઇમરી ચેકિંગ કર્યા બાદ તેને રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં જુદા જુદા વોટિંગ એરિયા એટલે કે સુરત શહેર જિલ્લા મળીને કુલ 16 વિધાનસભા ક્ષેત્રના એ.આર.ઓ. (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર)ને સુપરત કરવાની વિધી હાથ ધરવામાં આવી હતી. આજે રેન્ડમાઇઝેશન પૂરું થતા તા.26મી માર્ટ એટલે કે આવતીકાલ મંગળવારથી એ જુદી જુદી વિધાનસભા બેઠકોના સ્ટ્રોંગ રમો તરફ રવાના કરવામાં આવશે.

હવે પછી ઇલેક્ટ્રોનિંગ વોટિંગ મશીન્સ વિધાનસભા એરીયા અનુસાર નિમાયેલા નાયબ ચૂંટણી અધિકારીઓના તાબા હેઠળ રહેશે. આજે તમામ પ્રક્રિયાને ચૂંટણી તંત્રએ પારદર્શી રીતે રાજકીય આગેવાનોને વિશ્વાસમાં લઇને પાર પાડી હતી. ક્યાંયે કોઇને અસંતોષ હોવાની કોઇ ફરીયાદ ન ઉપસ્થિત થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

દર્શના જરદોષે સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી બાકડાં મૂકાવીને નિયમ ભંગ કર્યાની ફરીયાદ 

ચલિત વસ્તુઓ માટે એમ.પી.નું ફંડ વાપરી શકાય નહીં એવા નિયમ સાથે સંજય ઇઝાવાની ફરીયાદ કલેક્ટરે લીધી, હવે કેન્દ્ર સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળ કાર્યવાહી કરાશે

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન સુરતના સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશે પોતાના કાર્યકાલમાં સુરત મત વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ -૨૦૧૭ માં આશરે ૪૨૦૦ જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે ૧.૭૦ કરોડ ના ખર્ચે મુકાવ્યા હતા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ  MPLADS ના માર્ગદર્શન મુજબ આખા વર્ષમાં કરવા લાયક વિકાસના કામોની યાદી જિલ્લા કલેક્ટર પાસે થી મંજૂર કરાવી જે તે ડીપાર્ટમેન્ટને કામ કરવા માટે સોંપી દેવામાં આવે છે. જેના માટે ડીપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર બાહર પાડી અલગ અલગ એજેન્સી પાસે કામ કરાવીને સાંસદ ફંડ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) માંથી પેમેન્ટ ચુકાવાતું હોય છે.

મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન એક વાર વાંચવાની તસદી પણ સાંસદો લેતા નથી એવું લાગી રહ્યું છે. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય નહીં.

પણ સ્થાન ફેર થઇ શકે તેવી અમુક ચોક્કસ સાધનસામગ્રીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉલ્લેખ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે.જેમાં બાંકડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ માર્ગદર્શનમાં ના હોવા છતાં ૪૨૦૦ થી વધારે બાંકડા એક જ વર્ષમાં મુકવામાં આવેલ છે. સાંસદને વિકાસ એટલે બેસવા માટે બાંકડા એવું જ માની લીધું હોય એમ લાગે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન મુજબ ફંડનો ઉપયોગ કામ વગરના બાંકડામાં વાપરનાર આ સાંસદો સુરતનો શું વિકાસ કરશે.

આ ફક્ત સુરત મતવિસ્તારનું કિસ્સો નથી. આખા સાઉથ ગુજરાતમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો દુરુપયોગ કરી બાંકડા મુકવામાં આવ્યા છે. આ મુદ્દા પર સંજય ઇઝાવા એ કરેલ રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબ માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડના સુરત જિલ્લા મત વિસ્તારના સક્ષમ સત્તા શ્રી ધવલ પટેલ, કલેક્ટર શ્રી એ સુરત જિલ્લા ને લેખિત ફરિયાદ કરી છે.

સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના લોક સભા કમીટી , કેગ અને લોકપાલ માં પણ આ વિષે ફરિયાદો દાખલ કરવા સંજય ઇઝાવા દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :