ગુજરાતમાં દોઢ કરોડ વીજગ્રાહકો પાસે ખોટી રીતે ફ્યૂઅલ સરચાર્જ વસૂલાયો
જાન્યુઆરી 2019માં રૂ.8 કરોડ ખોટી રીતે વસૂલી લીધા, હવે ફેબ્રુઆરીના બિલમાં પણ આવી જ લૂંટ મચે તેવી શક્યતા
ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની દહેશત વર્તાય રહી છે.
‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં મજરે આપવી જોઈએ તેવી રજૂઆત વિવિધ ગ્રાહક હિત રક્ષક મંડળો દ્વારા કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડ્જસ્ટમેન્ટ યુનિટ દીઠ રૂ.૧.૯૦ વસૂલવાનો હતો, પરંતુ ગ્રાહકોને અપાયેલાં બિલોમાં રૂ.૧.૯૯ ચાર્જ થયો હતો, જે ૯ પૈસાનો વધારો વીજગ્રાહકો પાસેથી બીજા ક્વાર્ટરનાં બિલોમાં વસૂલી લેવાયો હતો. આમ યુનિટ દીઠ ૯ પૈસાનું નવું માગણું ૧.૪૦ કરોડ ગ્રાહકો પાસેથી ખોટી રીતે ઊભું કરાયું છે.
સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ ૮૦ હજાર લાખ યુનિટના વપરાશનાં બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ ૯ પૈસા લેખે આશરે રૂ.૨૫ કરોડ ત્રણ મહિનામાં વસૂલાશે જે પૈકી જાન્યુઆરીના ૮ કરોડ વસૂલી લેવાયા હતા. તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસૂલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
