‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું ‘ ગુજરાતી મૂવીનું પોસ્ટર-ટ્રીજર લોંચ કરાયું
મોદીથી ઇન્સ્પાયર વાર્તા પર આધારીત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ
પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા તથા નિર્દેશક અનિલ નારાયણીની મોટીવેશનલ ફિલ્મ 1લી માર્ચે થશે
રિલીઝ ફિલ્મ થકી થનારી આવકમાંથી વનબંધુ પરિષદ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને કરાશે મદદ સુરત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની મોટીવેશનલ વાર્તા થી ઈન્સ્પાયર થઈને હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ મુંબઈના અંધેરી ખાતે ધ વ્યૂમાં ગત દિવસોમાં આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ કાવ્ય મુવી પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે,જ્યારે લેખક-નિર્દેશક અનિલ નારાયણી છે. આ ગુજરાતી ફિલ્મમાં કરણ પટેલ,ઓંકાર દાસ માણિકપુરી,અનેશા સૈયદ અને હીરલ પટેલ તથા ૠષિ પંચલ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની ભૂમિકા આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં નથ્થાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓંકાર દાસ નિભાવી રહ્યા છે. ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા અનિલ નારાયણીએ બનાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી પ્રભાવિત છે. ફિલ્મનું ટીજર મુંબઈ ખાતે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સૌનો ખૂબજ પ્રતિસાદ જોવા મળ્યો. ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર એ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ 1લી માર્ચના રોજ રિલીઝ થશે.

વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ થકી થનારી આવકમાંથી વનવાસી વિસ્તોરોના બાળકો માટે શિક્ષણ સહીતની પ્રવૃત્તિ કરી રહેલી વનબંધુ પરિષદ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહેલા વિરલ દેસાઈની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને મદદ કરવામાં આવશે. ફિલ્મના અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે આજે મોટાભાગના બાળકો સલમાન,શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે,જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે મારૂ ઈન્સ્પીરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી. પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રિતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે કાફી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


