અમરોલી કોલેજનું નાટક ‘મેં ગંદેવીનો ગલો’ વાહવાહી લૂંટી રહ્યું છે
અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)
આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.
- ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે મેં ગનદેવીનો ગલો
- ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન
- સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી
- હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે
ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.
અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


