3200 કરોડ વિદેશી મુદ્રા કમાઇ આપતો દક્ષિણ ગુજરાતનો ઝીંગા ઉદ્યોગ હવે જામશે

હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલએ આજે રજૂ કરેલા ઇન્ટ્રીમ બજેટમાં સૌથી મોટો ફાયદો જો કોઇ ઉદ્યોગને થયો હોય તો એ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે. વર્ષે દહાડે ભારતને રૂ.40 હજાર કરોડનું વિદેશી હૂંડીયામણ કમાવી આપતા ફિશરીઝ માટે ભારતમાં કોઇ અલગ ડિપાર્ટમેન્ટ જ ન હતું. પરંતુ, આ વખતે બજેટરી પ્રોવિઝન મુજબ હવેથી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત થઇ રહ્યું છે અને તેનો સૌથી મોટો ફાયદો સુરતના ફિશરીઝ ઉદ્યોગ ખાસ કરીને ઝીંગા ઉદ્યોગને થશે એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
-
સ્થાનિક ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મુદ્દે બદનામ કરવામાં આવી રહ્યા છે
-
સુરતના ઝીંગા ઉત્પાદકોએ રૂ.3200 કરોડનું વિદેશી હૂંડીયામણ ભારતની તિજોરીમાં રળી આપ્યું છે
-
એકલા દક્ષિણ ગુજરાતમાં એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું
-
આખા ગુજરાતના 45 ટકા ઝીંગા ફક્ત સુરતના ઝીંગા ઉત્પાદકો પેદા કરી રહ્યા છે
- વિદેશી હૂંડીયામણ ઉપરાંત ઝીંગા ઉછેર અને માછીમારીએ મોટી સંખ્યામાં રોજગારી પણ પ્રદાન કરી છે
દક્ષિણ ગુજરાતમાં હાલ ઝીંગા ઉછેર ઉદ્યોગ જબરદસ્ત વેગ પકડી રહ્યો છે તેની પ્રતીતિ એ રકમ પરથી થાય છે કે છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં કુલ રૂ.3200 કરોડની કિંમતના ઝીંગાનો ઉછેર કરીને તેની નિકાસ કરવામાં આવી. ઝીંગા ઉદ્યોગે જ ભારતની તિજોરીમાં વિદેશી હૂંડીયામણ પેટે રૂ.3200 કરોડ ઠાલવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું. સમગ્ર ગુજરાતના કુલ ઝીંગા ઉત્પાદનનો 45 ટકા હિસ્સો ફક્ત એકલું દક્ષિણ ગુજરાત પકવે છે અને તેની નિકાસ કરીને ભારતને ડોલર્સમાં રૂપિયા લણી આપે છે. જાણકારો જણાવે છે કે સુરતના ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મામલે બદનામ જ કરવામાં આવી રહ્યા છે હકીકતમાં ઝીંગા ઉદ્યોગ કે માછીમારી હવે મર્યાદિત નહીં બલ્કે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ બની ચૂક્યા છે.

ફિશરીઝ ડિપાર્ટમેન્ટને એગ્રિકલ્ચરથી અલગ કરીને સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે મંજૂરી આપવાના કારણે આ ઉદ્યોગને હવે વધુ પ્રોત્સાહન મળશે. માછીમારી, ઝીંગા ઉછેર વગેરેથી ભારતને વિદેશી હૂંડીયામણ તો મળે છે પરંતુ, મોટી સંખ્યામાં આ ઉદ્યોગ રોજગારી પણ પૂરી પાડે છે. આજે ઝીંગા તળાવોને કારણે હજારો લોકોને એક સ્થાયી રોજગારનું માધ્યમ મળ્યું છે.
CIA Live ન્યુઝ પોર્ટલ હંમેશ આપની સાથે છે
CIA Live ન્યુઝ પોર્ટલ ભારતની તિજોરીને વિદેશી હૂંડીયામણ કમાઇ આપતા ઝીંગા ઉત્પાદકો, ઝીંગા તળાવના સંચાલકો, માછીમારી કરી રહેલા માછીમાર ભાઇઓ, ખલાસીઓ આ તમામની પડખે છે અને તેમના પ્રશ્નોને હંમેશા વાચા આપશે. કોઇપણ ઝીંગા તળાવ સંચાલક, ઝીંગા ઉછેર કે માછીમારી સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ તેમને પ્રશ્નો માટે અમારો સંપર્ક કરી શકે છે.
જયેશ બ્રહ્મભટ્ટ એડીટર 98253 44944
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


