એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે
કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે. દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


