રાજસ્થાનમાં પંજાની પકડ : વસુંધરાનું રાજપાટ ગયું
રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.
મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.
રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.
ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.
એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.
નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.
એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.
૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


