CIA ALERT

મહારાષ્ટ્રમાં રાયગડમાં ભૂસ્ખલનથી 32ના મોત, 40થી વધુ લાપત્તા

Share On :
Raigad Landslide: প্রবল বৃষ্টিতে ধস, রায়গড়ে মৃত্যু কমপক্ষে ৩০ জনের,  অনেকের আটকে থাকার আশঙ্কা - Raigad Landslide: At least 30 people killed in  landslide at Talie village amid incessant ...

મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન સર્જાતા પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે હજુ સુધી 40 લોકો ગુમ છે અને તેમની શોધ ચાલુ છે.

સંપૂર્ણ રાયગડ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તેવામાં આજે ફરી એકવાર રાયગડ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મહાડ તાલુકાના તળઈ ગામમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ 35 મકાનો આ દુર્ઘટનામાં ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે અને 40 લોકો હજી ગુમ છે. તો જિલ્લાના સાકર સુતાર વાડી ગામમાં પણ વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ બંને ઘટનામાં કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે.


ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ અકસ્માતમાં લગભગ 80 લોકો દબાઈ ગયા હોવાની માહિતી ગ્રામજનોએ આપી છે. એનડીઆરએફ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિપક્ષી નેતા પ્રવીણ દારેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાયગડના પાલકમંત્રી અદિતિ તટકરે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
તળઈ ગામ એક અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવાથી રાહત કામગીરીમાં ઘણી અડચણો આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ત્યારે આ ભયંકર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં બચાવ કામગીરી ચાલુ છે.


ખેડમાં 17 લોકો ફસાયા હતા

તેવી જ રીતે રાયગડના ખેડ તાલુકામાં પણ શુક્રવારે સવારે ચોંકાવનારી દુર્ઘટના બની છે. તાલુકાના પોસરે બૌદ્ધવાડીમાં 17 લોકો ભૂસ્ખલન બાદ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા છે જ્યારે બે અન્ય લોકો બીરમણીમાં ફસાયેલા છે. આ બંને જગ્યાએ એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને સત્વરે બહાર કાઢવા માટે એનડીઆરએફની અન્ય એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય યોગેશ કદમે માહિતી આપી છે કે યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તાજેતરમાં બિરમણી તરફ જતા બે કિ.મી.ના માર્ગને નુકસાન થયું છે.


મહાડ નજીક તળઈ આ ગામમાં પરિસ્થિતિ ભયાનક છે. કેટલાક લોકોના મૃતદેહોને કાટમાળ હેઠળથી ખુદ ગામલોકોએ જ બહાર કાઢ્યા છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તેવી માહિતી મને પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજન દ્વારા મળી છે. એવી પણ આશંકા છે કે હજુ કેટલાક વધુ લોકો કાટમાળ હેઠળ ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખતા સ્થાનિક વહીવટીતંત્રએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ સમયે નાગરિકોને તાત્કાલિક સહાયની જરૂર છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :