2006 પછી પહેલીવાર ફીફા વર્લ્ડ કપમાં ઓલ યુરોપિયન્સ ફાઇનલ્સ
સ્પર્ધામાં છેલ્લી ચાર યુરોપિયન ટીમ બાકી રહેતા ફિફા વર્લ્ડ કપ-2018 હવે બિલકુલ યુરો કપ બની ગયો છે અને આમ તેના ઈતિહાસમાં પાંચમી વેળા તથા 2006 પછી પહેલી વાર બન્યું છે.
સ્પર્ધામાં સેમી-ફાઈનલ તબક્કામાં રમનાર ચાર ટીમ છે ફ્રાન્સ, ક્રોએશિયા, ઈંગ્લેન્ડ અને બેલ્જિયમ.
પહેલી સેમી-ફાઈનલ મંગળવાર, 10મી જુલાઈએ ફ્રાન્સ (વિશ્ર્વ ક્રમાંક 7) અને બેલ્જિયમ (3) વચ્ચે સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય સમય અનુસાર રાતે 11.30 વાગ્યે રમાશે અને બુધવાર, 11મી જુલાઈએ રમાનારી બીજી સેમી-ફાઈનલ મેચમાં ક્રોએશિયા (20) અને ઈંગ્લેન્ડ (12) વચ્ચે મોસ્કોમાં ભારતીય સમય અનુસાર 11.30 વાગ્યે મુકાબલો થશે.
ફ્રાન્સ 2006 તથા 2002માં, ક્રોએશિયા 1998 તથા 1994માં, ઈંગ્લેન્ડ 1990માં અને બેલ્જિયમ 1986માં પણ વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં પહોંચ્યું હતું.
બેલ્જિયમ-ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 73 મુકાબલા રમાયા છે જેમાંથી બેલ્જિયમ 30 અને ફ્રાન્સ 24 જીત્યું છે તથા 19 મેચ ડ્રો ગઈ હતી.
ઘણા લોકો માટે સ્પર્ધા જીતવા ફેવરિટ ટીમો તરીકે રહેતી ફ્રાન્સ-બેલ્જિયમ વચ્ચેની આગામી મેચ ફાઈનલ પહેલાની ફાઈનલ મેચ સમાન છે. બેલ્જિયમની ટીમ તેની છેલ્લી 24 મેચમાં અજેય રહી છે, જ્યારે ફ્રાન્સની ટીમના ખેલાડી સમયસર પોતાના ફોર્મમાં પ્રવેશી રહ્યા છે.
ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મુકાબલા યોજાયા છે જેમાંથી ઈંગ્લેન્ડ 4 અને ક્રોએશિયા બે જીત્યું છે તથા એક મેચ ડ્રો નીવડી હતી.
સેમી-ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કરનાર સૌથી નીચલા ક્રમની ટીમ તરીકે રહેતા ક્રોએશિયાને વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચવાનો આ વેળા સોનેરી મોકો છે, પણ તેના માર્ગમાં સફળતાની ‘ભૂખ’ સાથેના યુવા ખેલાડીઓની ઈંગ્લેન્ડની ટીમ છે જે મૅનેજર ગેરેથ સાઉથગેટના માર્ગદર્શનમાં નવો ઈતિહાસ લખવા ઉત્સુક છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
