ભારતમાં કોરોનાના 2 કેસો મળ્યા, એક દિલ્હી બીજો કેસ તિલંગાનામાં નોંધાયો
વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.
ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

કોરોના વાઇરસ અપડેટ્સ
- કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
- કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
- કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
- કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049
Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


