1 કરોડ 14 લાખ મતદારો નક્કી કરશે ગુજરાતમાં કોણ રાજ કરશે?
Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.
આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
