રાષ્ટ્રસંતનું માન મેળવનાર ભૈય્યુજી મહારાજે મધ્યપ્રદેશના ઇન્દૌરમાં પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને મોત વહાલું કરી લેતા સમગ્ર ભારતમાં દાવાનળની જેમ સમાચાર વહેતા થયા છે. ભૈય્યુજી મહારાજે કયા કારણોસર મોત વહાલું કર્યું તે કારણો હજી જાણી શકાયા નથી. ભૈય્યજી મહારાજને ગંભીર હાલતમાં ઈન્દૌરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર દરમિયાન મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઇન્દૌરમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર જમા થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે પાંચ સંતોને રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો તેમાં ભૈય્યુજી મહારાજનો પણ સમાવેશ હતો. ભૈય્યુજી મહારાજને એટલા માટે હાઇપ્રોફાઇલ સંત કહેવામાં આવે છે કેમકે નરેન્દ્ર મોદીથી લઇને આરએસએસ પ્રમુખ સમેત ટોચના વીવીઆઇપી તેમની સાથે ઘરોબો ધરાવતા હતા.
નરેન્દ્ર મોદીને પારણા કરાવીને દેશભરમાં પ્રખ્યાત થયા
ભૈય્યુજી મહારાજનું કાર્યક્ષેત્ર સામાન્યતહ મધ્યપ્રદેશ પૂરતું સિમીત હતું પરંતુ, નરેન્દ્ર મોદીએ યોજેલા ધરણા બાદ ભૈય્યુજી મહારાજે નરેન્દ્ર મોદીને પારણા કરાવ્યા હતા, એ ઘટના સમગ્ર ભારત અને વિશ્વભરમાં ભૈય્યુજી મહારાજને ફેમસ કરી દીધા હતા.
સીયારામ કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે
હાઇપ્રોફાઇલ સંત ભૈય્યુજી મહારાજની લાઇફસ્ટાઇલને કારણે તેઓ ભારે ચર્ચામાં રહ્યા છે. તેમના ઠાઠમાઠ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ રહ્યા છે. તેઓ એક સમયે સીયારામ જેવી કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.
ભૈય્યુજી મહારાજનું મૂળ નામ ઉદય સિંહ શેખાવત છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજેલપુરમાં એક કિસાન કુટુંબમાં થયો હતો. તાજેતરમાં જ ભૈય્યજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું,
ભૈય્યુજી મહારાજને ભારતના હાઇપ્રોફાઇલ સંત માનવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સ્તર પરના નેતાઓ સાથે તેમનો ઘરોબો છે. તાજેતરમાં ભૈય્યુજી મહારાજ સાથે જોડાયેલી બે ખબરો ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી તેમના લગ્ન અને બીજુ તેમના પર હુમલો. ગત વર્ષે એપ્રિલ 2017માં ભૈય્યુજી મહારાજે બીજી લગ્ન કર્યા હતા. તેમણે ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે સાત ફેરા લીધા હતા. ભૈય્યુ મહારાજની પ્રથમ પત્ની માધવીનું આશરે એકાદ વર્ષ પહેલા (નવેમ્બર 2015 માં) નિધન થયું હતું. પહેલા લગ્નથી તેમની એક દીકરી કુહુ છે, જે હાલ પુણેમાં અભ્યાસ કરી રહી છે.
ભૈય્યુજી મહારાજ થોડા સમય પહેલા જાહેર જીવનથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક તેમના બીજા લગ્નએ લોકોને ચોંકાવી દીધા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944