‘યુરોપિયન યુનિયન’ લખાણ વગર પાસપૉર્ટ આપવાની યુકેએ શરૂઆત કરી
બ્રૅક્ઝિટમાં વિલંબ અને યુકે ક્યારે તેમાંથી બહાર નીકળશે એ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ર્ચિતતા છતાં બ્રિટને કવર પરથી ‘યુરોપિયન યુનિયન’નું લખાણ હટાવી દઈ પાસપૉર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2017માં લેવામાં આવેલા નિર્ણયને પગલે મૂળમાં બ્રિટન વર્ષ 2019ની 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું તેના એક દિવસ બાદ એટલે કે 30 માર્ચે આપવામાં આવેલા અમુક પાસપૉર્ટમાં ‘યુરોપિયન યુનિયન’નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એમ આંતરિક બાબતોના ખાતાએ એક નિવેદનમાં કહ્યું હતું.

‘યુરોપિયન યુનિયન’ લખેલો કે એમ ન લખેલું હોય તેવા બંનેમાંથી કોઈપણ પાસપૉર્ટ વાપરવાથી બ્રિટિશ નાગરિકોને કોઈ ફરક નહીં પડે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ કરવા માટે આ બંને પાસપૉર્ટ માન્ય હશે. બ્રિટન 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું, પરંતુ છૂટા પડવાના કરારની શરતોને પગલે બ્રિટન રાજકીય રીતે લકવાગ્રસ્ત થઈ જતાં યુરોપિયન યુુનિયનમાંથી ખસી જવામાં વિલંબ કરવાની તેને ફરજ પડી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


